વાવેતર:45 એકર જમીનમાં જુવાર, મગફળી, નેપચ્યૂન ઘાસનું વાવેતર કરવામાં આવ્યું

સાયલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાયલા પાંજરાપોળને સ્વનિર્ભર બનાવવા યુવાનો આગળ આવતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
સાયલા પાંજરાપોળને સ્વનિર્ભર બનાવવા યુવાનો આગળ આવતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
  • સાયલા પાંજરાપોળને સ્વનિર્ભર બનાવવા પાણી, ઘાસચારોનું વાવેતર

સુકાભઠ્ઠ પ્રદેશમાં કતલખાને અને નિરાશ્રિત 3000 પશુ માટે સાયલા પાંજરાપોળ આશીર્વાદરૂપ છે. સરકારની સ્વનિર્ભરને સાકાર કરવા કાઠીદરબાર, પંજાબી અને મિસ્ત્રી યુવાન આગળ આવ્યા છે અને પાંજરાપોળમાં 3 એકરમાં તળાવ, પશુ રક્ષણ અને પશુઓના ઘાસચારાની રાહત માટે જહેમત ઉઠાવતા પાંજરાપોળ આદર્શ નમૂનારૂપ જોવા મળે છે. સાયલાના મહાજન પાંજરાપોળનું 172 એકરમાં પથરાયેલ વીડ કતલખાને જતા પશુઓ માટે આશ્રય સ્થાન છે. 3000 પશુ નિભાવતા પાંજરાપોળમાં દૈનિક 25 ટન ઘાસચારો અને 50થી 75 કીલો પક્ષીઓ માટે દૈનિક ચણ નખાય છે.

જેના કારણે દૈનિક 8પ હજારનો ખર્ચ જોવા મળે છે. નાણાકીય ખેંચથી પાંજરાપોળના ટ્રસ્ટીઓ પરેશાન છે. આ સમયે મંગળુભાઇ ખવડ અને સુનીલભાઇ પંજાબીએ પાંજરાપોળને સ્વનિર્ભર બનાવવા માટે જહેમત ઉઠાવી છે. ક્વોરી ઉધોગના સહયોગથી પાંજરાપોળની વીડમાં આવેલા 3 એકર જમીનના તળાવને 35 ફૂટ ઊંડું કરીને 4 લાખનું યોગદાન આપ્યું છે. સુનિલભાઇ પંજાબીએ પશુ રક્ષણ, અસામાજીક તત્વોની પરેશાની દૂર કરવા અંદાજીત 10 લાખના ખર્ચે કરાયું છે.

મંગળુભાઇ ડી.ખવડ, શાંતિલાલ મિસ્ત્રીએ 45 એકર જમીનને સમતળ અને દેશીખાતર ઉપયોગ કરી 6 માસ ચાલે તેટલી જુવાર, મગફળી અને નેપચ્યુન ઘાસનું વાવેતર કરાયું છે. આ બાબતે સંચાલક જીતુભાઇ શાહ અને જયંતિભાઇ ભાવસારના જણાવ્યા સારી ગાયોના દૂધ ડેરીમાં ભરીને વાર્ષિક 10 લાખની આવક મેળવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...