તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુટલેગર ફરાર:સાયલા હાઇવે પર પોલીસને જોઇને તાડપત્રીની આડશ કરી બુટલેગરે પીક અપવાન ભગાવી મૂકી

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર મૂકી બુટલેગર અંધારામાં ફરાર થઇ ગયો

સાયલાના ડોળિયા પાસે વાહન ચેકીંગ દરમિયાન પૂરઝડપે આવતા બોલેરો કારનો પોલીસે પીછો કરતા વાહનચાલકે આયા બોર્ડ પાસે વાહન મુકીને નાસી જતા બોલેરો કાર પાછળ તાડપત્રીની આડમાં છુપાયેલ વિદેશી દારૂની બોટલ 984 નંગ કિ.3,91,620 અને બોલેરો કાર સહિત પોલીસે રૂ. 8,91,620 ના મુદામાલ સાથે વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

સાયલા પોલીસે દારૂની હેરફેર કરતા વાહન સામે ચુસ્ત કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સાયલા પીએસઆઇ એમ.એચ.સોલંકી, રવિરાજસિંહ, અશોકસિંહ પરમાર સહિત પોલીસકર્મીઓ ડોળિયા પાસે વાહન ચેકિંગ દરમિયાન મૂળી તરફથી પૂરઝડપે આવતા બોલેરો કારને સાઇડમાં કરાવતા વાહન ચાલક નાસી છૂટ્યો હતો.

પોલીસે પીછો કરતા વાહન ચાલકે આયા બોર્ડ પાસે વાહન મુકીને અંધારાનો લાભ લઇને નાસી ગયો હતો. પોલીસે બોલેરો કાર પાછળ તાડપત્રીની આડને દૂર કરતા મેકડોવેલ્સની દારૂની બોટલ 828 નંગ કિંમત રૂ. 3,10,500 અને 156 બોટલ કિંમત રૂ. 81,120 મળી આવી હતી. સાયલા પોલીસે વિદેશી દારુની બોટલ કિંમત 3,91,620 અને બોલેરો કાર કિંમત 5,00,000 સહિત પોલીસે રૂ. 8,91,620ના મુદામાલ સાથે વાહનચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...