ભાસ્કર વિશેષ:સાયલાના મહિલા સરપંચે વહીવટી કુનેહ બતાવી 49 લાખની ગ્રાન્ટ સાથે ગ્રામ પંચાયતને કરજમુક્ત કરી

સાયલા2 વર્ષ પહેલાલેખક: પરેશ રાવલ
  • કૉપી લિંક
સરપંચ ક્રિષ્નાબેન ગરાંભા - Divya Bhaskar
સરપંચ ક્રિષ્નાબેન ગરાંભા
  • 50 લાખની ઓક્ટ્રોયની ગ્રાન્ટ આવતાં રોજમદારો અને કાયમી કર્મચારીઓના પગાર આપ્યા

સાયલા ગ્રામપંચાયતના મહિલા સરપંચે સુકાન સંભાળતા દેવાતળે દબાયેલી પંચાયતમાં કાયમી અને રોજમદારોના પગારની કાગારોળ હતી ઓકટ્રોયની અવેજીમાં મળતી 49 લાખ ગ્રાન્ટ મળતા તાજેતરમાં નિવૃત થતા 9 કર્મચારીને 26.50 લાખ અને 33 રોજમદારોને 22.50 લાખ ચુકવીને પંચાયત કરજ મુકત બનતા આગામી દિવસોમાં વિકાસના કામોમાં વેગ મળશે.

સાયલાના મહિલા સરપંચે પંચાયતી વેરાની માતબર રકમ ઉઘરાવીને કાયમી અને રોજમદાર કર્મચારીઓને પગારમાં રાહત આપવામાં આવતી પરંતુ 9 કાયમી અને 33 રોજમદારોની માતબર રકમ બાકી હતી પંચાયતમાં ચાર લાખની માતબર રકમની ચૂકવણી પગાર માટે કરવામાં આવતી હતી ગ્રામ પંચાયત પાસે કેબિન ભાડા, શાક માર્કેટ ઇજારો અને પાણી, ઘરવેરા સહિતની સામાન્ય આવકને કારણે આર્થિક સ્થિતિ ખરાબ થતા પાયાની સુવિધા નહિવત જોવા મળતી હતી કાયમી અને સેનિટેશન, ઓફિસ, વોટરવર્કસ અને સફાઇ કામદારો સહિત 50થી વધુ રોજમદાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

પરંતુ ઓકટ્રોયની અવેજીમાં સરકાર તરફથી મળવાપાત્ર 2 લાખ 5 હજારની ગ્રાન્ટ 2017થી મળી ન હતી. જેના કારણે વહીવટમાં પરેશાની હતી મહિલા સરપંચે પંચાયતના વેરાની રકમ વસૂલીને પગાર પેટે રકમ ચૂકવવામાં આવી હતી. અંતે ઓક્ટ્રોયની અવેજીમાં મળતી 2 વરસની ગ્રાન્ટ મળતા 9 કર્મચારીના હકક રજા, એરિયર્સ 10 માસનો પગાર અને 30 જેટલા રોજમદારોના 10 માસનો પગાર ચૂકવવામાં આવતા કર્મચારીઓના પરિવારમાં આનંદની લાગણી જોવા મળે છે.

આ બાબતે ક્રિષ્નાબેન ગરાંભાના જાણાવ્યા મુજબ 26.50 લાખ નિવૃત્ત અને 22.50 લાખ રોજમદાર કર્મચારીનો પગાર ચુકવવામાં આવ્યો છે. 2017ની ગ્રાન્ટ બાકી છે ત્યારે બાકી રહેલા પગારની ચૂકવણી કરવામાં આવશે પરંતુ હાલમાં પંચાયત કરજમુક્ત થતા વિકાસના કામોને વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...