સાયલા તાલુકામાં સાયલા તાલુકાના થોરીયાળી ગામ માથાદીઠ આવકમાં અવ્વલ નંબર જોવા મળે છે. કવોરી માલીક, મેનેજર અને ડમ્પર ચાલક સાથે જોડાયેલ ગ્રામજનો માટે પણ એસ.ટી.,રસ્તા, પાણી,પીકઅપ સ્ટેન્ડ સહિતની અગવડ છે. સાંસદે દત્તક લીધેલા ગામમાં પાયાની સુવિધા નથી જેના કારણે ગ્રામજનો પરેશાનીમાં જોવા મળે છે.
સાયલા તાલુકાના 3000 વસ્તી ધરાવતા થોરીયાળી ગામની આજુબાજુના વિસ્તારમાં બ્લેક ટ્રેપ જોવા મળે છે. કિંમતી અને ગુણવત્તાને ધ્યાને લઇ ગાંડુભા વિરમભાઇ રાઠોડ અને શામળાભાઇ ભગતે આજથી લગભગ 6 દાયકા પહેલા કાળા પથ્થરને ક્રશીંગ કરવા માટે ઇગ્લેન્ડથી હરતું ફરતું ક્રસીંગ મશીન ખરીદીને કવોરી ઉધોગનો પાયો નાખ્યો હતો. અહી પથ્થર, કપચીનો નવીનીકરણ થતા નેશનલ હાઇવે 8-Aમાં ઉપયોગ શરૂ થયો હતો. આજે પણ ગુજરાત ઇન્ફ્રાટ્રકચરની હરણફાળમાં સાયલા તાલુકાના કવોરી ઉધોગનો સિંહફાળો છે.
થોરીયાળી ગામના લોકો મહેનતુ હોવાના કારણે કવોરી માલીક, મેનેજર અને ડમ્પર ચાલક તરીકે કવોરી ઉધોગ સાથે વધુ સંકળાયેલા જોવા મળે છે. જેના કારણે તાલુકામાં માથાદીઠ આવકમાં અવ્વલ નંબર જોવા મળે છે.નિચાણવાળા વિસ્તારના કારણે પપૈયા અને શાકભાજી માટે ફળદ્રુપ જમીન જોવા મળે છે. વધુમાં સરપંચ જેઠાભાઇ મોરી જણાવ્યા મુજબ 70થી વધુ વિધાર્થીઓ માટે એસ.ટી. બસ સુવિધા, નર્મદાનું પાણીથી વંચીત હોવાનું અને ઉપ સરપંચ ભરતભાઇ ખાચરે મુખ્ય બીસમાર રસ્તો,પીકઅપ સ્ટેન્ડ સહિતની અનેક સમસ્યાથી પરેશાની બતાવી હતી.
સાંસદે દત્તક લીધુ પણ પાયાની સુવિધાનો અભાવ
એસ.ટી.,રસ્તા, પાણી,પીકઅપ સ્ટેન્ડ સહિતની અગવડ છે. જેના કારણે થોરિયાળીના ગ્રામજનો પરેશાન જોવા મળે છે.ત્યારે ગુજરાતનો વિકાસ કેવી ગણવો તે બાબતે ગ્રામજનોમાં ગણગણાટ જોવા મળે છે.
આપા જાદરાબાપુના મંદિરે બીજ ઉજવવાની પ્રણાલી
થોરીયાળી, જશાપર સીમાડે આવેલા આપા જાદરાબાપુના મંદીરે દર માસની બીજના દીવસે ઉત્સવ સાથે સામુહીક ભોજનની આજે પણ પ્રણાલી જોવા મળે છે. અને 10 વૃક્ષોની શીતળ છાંયામાં જાદરાબાપુના પીરાણા થોરીયાળીના ગ્રામજનોના આસ્થા સ્થાને જોવા મળે છે. ઉત્સવમાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.