તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સાયલાના નોલી ગામે ‘પોલીસને કેમ બાતમી આપે છે’ કહી હુમલો

સાયલા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધજાળા પોલીસ ગુનો નોંધી તપાસ કરી
  • હુમલાખોરે છરી વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સુદામડા લઈ ગયા

સાયલાના નોલી ગામે કાઠી દરબાર યુવાનની પોલીસને બાતમી આપે છે તેમ કહીને ઉશ્કેરાયેલા યુવાને હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે સુદામડા લઈ જવાયા હતા. આ બાબતે ધજાળા પોલીસે કાર્યવાહી કરી ગુનો દાખલ કર્યો હતો. સાયલાના નરોલી ગામે પાન મસાલો ખાવા ઉભેલા નકુભાઈ દેવાયતભાઈ ખાચરને વિજય ઉર્ફે લાલો સુરસિંગભાઈ ભાભલા તેમજ મહેન્દ્રભાઇ સુરસિંગભાઈ ભાભલાએ પોલીસને કેમ બાતમી આપે છે તેમ કહ્યુ હતું. આથી નકુભાઈએ પોલીસને બાતમી આપતા ન હોવાનું જણાવ્યુ હતુ. આથી બંને ભાઈઓએ વધુ બોલાચાલી કરી ગાળો આપી હતી.

ત્યારે નકુભાઈ ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાયેલા વિજય ઉર્ફે લાલાએ છરી વડે નકુભાઈના જમણા ખભે ઇજા કરી હતી અને બીજો છરીનો ઘા મારવા જતા નકુભાઈએ રોકવા જતાં કાનના ભાગે ઇજા થતાં કાનના ભાગે લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતું. બજારમાં થયેલી બોલાચાલીના કારણે લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત નટુભાઈને સારવાર માટે સુદામડા લઈ જવાયા હતાં. આ બાબતે ધજાળા પોલીસ કાર્યવાહી ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...