તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોત:સાયલાના મહિલા હેલ્થ વર્કરનું ચાલુ ફરજે મોત, પોલિયો કામગીરી ટાણે તબિયત લથડી

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં પેનલ ડોક્ટર પીએમ કરશે

સાયલાના હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીને પોલીયોની કામગીરી દરમિયાન અચાનક તબીયત બગડતા સાયલા દવાખાને સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યા હતા.જ્યાંથી સુરેન્દ્રનગર લઇ જતા મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. જ્યારે મૃતકની લાશને પેનલ ડોકટર દ્વારા પી.એમ માટે રાજકોટ લઇ જવામાં આવી હતી.

સાયલા બ્લોક હેલ્થ કચેરી અંતર્ગત ભાડુકા ફિલ્ડમાં સેવા કરતા હેલ્થ વર્કર તરીકે કિંઝલબેન લલીતભાઇ સોલંકી ઉમર વર્ષ 24 ફરજ બજાવતા હતા. જ્યારે પોલીયોની કામગીરી સંભાળતા હતા ત્યારે મંગળવારના રોજ અચાનક ફરજ દરમિયાન અચાનક તબીયત બગડી હતી.

આથી સાથી કર્મચારીઓએ સાયલા દવાખાને સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ આવ્યા હતા. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા મોત થયુ હતુ. આમ અચાનક મોતના સમાચારથી પરિવારમાં આક્રંદ ફેલાયો હતો. જ્યારે મોતનું કારણ જાણવા માટે લાસને પેનલ ડોકટર નિચે પી.એમ. માટે રાજકોટ લઇ જવામાં આવી હતી.આ બનાવ અંગે સાયલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો