કાર્યવાહી:સાયલાના વીજ કચેરીના નાયબ ઇજનેર 20 હજારની લાંચ લેતાં રંગે હાથે પકડાયા

સાયલા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી જમીનમાં બનાવેલી હોટેલમાં વીજજોડાણ દેવાના 60 હજાર માગ્યા હતા

સાયલા તાલુકાના રાજકોટ નેશનલ હાઇ-વે ઉપર સરકારી જમીનમાં બનતી હોટેલમાં વીજ જોડાણ આપવા માટે જૂનિયર એન્જિનિયરે રૂ.60 હજારની માગણી કરી હતી. અંતે આના કાની બાદ રૂ.55 હજારમાં નક્કી થયું હતું. જેમાં જોડાણ આપ્યા પહેલા રૂ.30 હજાર પહેલા આપવાની વાત હતી. આથી હોટેલ માલિકે રૂ.10 હજાર આપી દીધા હતા. બાકીના રૂ.20 હજાર શનિવારે સર્કીટ હાઉસે આપવાનું નક્કી થયું હતું. જેમાં એસીબીએ ગોઠવેલી ટ્રેપમાં ઇજનેર રૂ.20 હજારની લાંચ લેતા પકડાઇ ગયા હતા.

છેલ્લા 3 વર્ષથી સાયલા વીજ કચેરીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા એન.કે.પટણીએ રૂ. 60,000ની માગણી કરી હતી. અંતે રૂ. 10,000 આપ્યા બાદ રૂ. 55,000 આપવાના નક્કી થયા હતા. આ બાબતે યુવાને જિલ્લાના એસીબી પીએસઆઇ ડી.વી.રાણાનો સંપર્ક કરતા શનિવારે બપોરના સમયે છટકુ ગોઠવ્યું હતું. વીજ કચેરી સામે આવેલી કવાર્ટર એસીબીના અધિકારીએ છટકુ ગોઠવતા રૂ. 20,000 હજારની રોકડ સાથે જુનિયર ઇજનેર પંચાલને રંગે હાથે ઝડપી લીધા હતા. અને અધિકારીઓ નારાયણભાઇ પટણીને વીજ કચેરીએ લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...