તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સાયલાના 18 ગ્રામપંચાયત ઘર જર્જરિત હાલતમાં : તલાટી પરેશાન

સાયલા23 દિવસ પહેલાલેખક: પરેશ રાવલ
  • કૉપી લિંક
  • તલાટીને ગામના ખાનગી ઘરમાં બેસીને દફતરી કામ કરવું પડે છે

સાયલા તાલુકાની 18થી વધુ ગ્રામ પંચાયત ઘર જ જર્જરિત હાલતમાં હોવાનું ભાસ્કર સરવેમાં બહાર આવ્યું છે. જેના કારણે વાવાઝોડા અને વધુ વરસાદના કારણે દફતરની જાળવણી અને સરકારી કામો માટે સરપંચ, તલાટી અને અધિકારીઓ પરેશાન બની રહ્યા છે. આ બાબતે નડાળા પંચાયતે જર્જરિત અને દફતરની જાળવણી માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.સરકાર ગામડાનો વિકાસ ઝડપભેર બનાવવા માંગે છે પરંતુ દીવાતળે અંધારું સમાન ગામડાની પંચાયત ઘર જોવા મળે છે. આ બાબતે દિવ્ય ભાસ્કરે સરવે કરતા સાયલા તાલુકાની 18 ગ્રામપંચાયત ઘરની સ્થિતિ બિસમાર અને ઉતારી લેવા લાયક છે.

જેમાં નડાળા, નવાગામ, લાખાવાડ, અડાળા-પીપળીયા, રાતડકી, નવા જશાપર, મોટા કેરાળા, સેજકપર, છડિયાળી, ઓવનગઢ, વાંટાવચ્છ, મોટા સખપર, વડિયા, નાગડકા, મોટા ભડલા, કાશીપરા, ઇશ્વરીયા, આયા-કેશરપર સહિત અનેક ગામડાની ગ્રામ પંચાયત જર્જરીત હાલતમાં છે. જેના કારણે ગામના વિકાસ, સમસ્યા માટે ગ્રામ સભાનું આયોજન કે વહીવટી કામ તલાટીને ગામના ખાનગી ઘરમાં બેસીને દફતરી કામ કરવું પડે તેવી સ્થિતિ છે.

તલાટી માટે મહત્વના દસ્તાવેજો અને દફતરો રામભરોસે મુકવા જેવી સ્થિતિએ તલાટીઓમાં ભય જોવા મળે છે. જર્જરીત પંચાયત બાબતે 2 વર્ષથી સરપંચ અને તલાટીઓએ ઠરાવ અને દરખાસ્ત કરીને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. પંચાયત ઘર ન હોવાના કારણે વહીવટી કામ કરતા તલાટી મંત્રીને બેસવા અને કમ્પ્યૂટરસાધન માટે અલાયદી વ્યવસ્થા માટે મુશ્કેલી છે.

અન્ય સમાચારો પણ છે...