તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:સાયલાને સાંસદ ગ્રાન્ટમાંથી 25 લાખની એમ્બુલન્સ મળશે

સાયલા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદે દવાખાનાની મુલાકાત લઇ આરોગ્ય સુવિધા અંગે ચકાસણી કરી

સાયલા તાલુકાના એક માત્ર સાર્વજનિક દવાખાનામાં સાંસદ અને જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેનને ઔપચારીક મુલાકાત લઇને દવાખાનાની સુવીધા, વહીવટ બાબતે ચકાસણી કરી 25 લાખના ખર્ચે એમ્બ્યુલન્સ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.સાયલા તાલુકાના એક માત્ર સાર્વજનિક દવાખાનાનું રાજસોભાગ સંસ્થા દ્વારા સંચાલન થઇ રહ્યું છે.

સાંસદ મહેન્દ્રભાઇ મુંજપરા અને જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઇ મુંજપરાએ દવાખાનાની મુલાકાત લઈને સુવિધા અને વહિવટ બાબતે ચકાસણી કરી હતી. એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે સાંસદની ગ્રાન્ટમાંથી 25 લાખના ખર્ચે એમ્બ્યુલન્સ આપવામાં આવશે જેનું ઝડપભેર લોકોપર્ણ થશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો