કોરોનાવાઈરસ:સાયલા તાલુકો એસ.ટી. બસ સેવાથી વંચીત રહેતા પરેશાની

સાયલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ ડેપોની બસ શરુ થઈ ગઈ

લોકડાઉનના પગલે એસ.ટી.બસ સેવા બંધ કરવામાં આવી પરંતુ જિલ્લાના તમામ તાલુકામાં એસ.ટી.બસ સેવા શરુ થવા પામી છે. પરંતુ સુરેન્દ્રનગરની એક પણ બસ સેવા શરુ ન થતા મુસાફરોમાં રોષ જોવા મળે છે. આ બાબતે રાજકોટ ડીવીઝન અધિકારીએ થર્મલ ગનના અભાવે શરુ થવા પામી ન હોવાનું જણાવ્યું હતું. લોકડાઉનના પગલે એસ.ટી.બસ સેવા બંધ કરવામાં આવતા સાયલા તાલુકાના લોકો પરેશાન થયા છે હાલમાં  જિલ્લાના તમામ તાલુકામાં એસ.ટી.બસ સેવા શરુ થવા પામી છે. પરંતુ સાયલા તાલુકાને બસ સેવાથી વંચીત રાખતા મુસાફરોમાં વધુ પરેશાન બની રહયા છે.

માત્ર 20 હોવાથી ગનના અભાવે એસ.ટી.શરુ થવા પામી નથી

સાયલા તાલુકાના અનેક ગામડાનો વધુ વ્યવહાર ભાવનગર, બોટાદ, પાળીયાદ, વિછીંયા શહેર સાથે છે. ત્યારે બોટાદ ડેપોની એક માત્ર બસ સેવા શરુ થવા પામી છે. પરંતુ સાયલા, સુદામડા, ધાંધલપુર, ડોળીયા સહિત અનેક ગામોના વેપારીઓનો વ્યવહાર સુરેન્દ્રનગર શહેરમાં જોવા મળે છે. ત્યારે સાયલાથી સુરેન્દ્રનગરના અપ-ડાઉન માટે એક પણ બસ કાર્યરત ન કરવામાં આવતા વેપારી અને દર્દીઓ માટે મુશ્કેલી વધી રહી છે.  આ બાબતે રાજકોટ ડીવીઝન અધિકારી પરમારે મુસાફરોને થર્મલ ગનથી ચેક કરીને બસમાં પ્રવેશ આપવાનો છે. ત્યારે માત્ર 20 હોવાથી ગનના અભાવે એસ.ટી.શરુ થવા પામી નથી પરંતુ એક બે દિવસમાં થર્મલ ગન આવી જશે અને રાબેતા મુજબ બસ સેવા શરુ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...