તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સાયલામાં 70 લાખના ખર્ચે સતવારા રામજી મંદિરનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ, રસાયણ, મંત્ર, દ્રવ્ય, સંગીત અને વિજ્ઞાનનો સમન્વય સાથે યજ્ઞ

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયલામાં સતવારા સમાજનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. - Divya Bhaskar
સાયલામાં સતવારા સમાજનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.
  • ભગવાન પ્રત્યે સાચી નિષ્ઠા એટલે પ્રતિષ્ઠા ઉત્સવની સાર્થકતા ગણાય : દુર્ગાદાસ

સાયલાના સૌથી મોટા સતવારા સમાજના રામજી મંદિરના નૂતન મૂર્તિ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્વનું આયોજન થયું છે. જુદા જુદા પ્રકારના કુંડ રચના સાથે ભકિતોની મનોકામના પૂર્ણ થાય તેવા હેતુ સાથેના અનેક પ્રકારના કુંડની રચના સાથેના આ યજ્ઞમાં રોગ ઉપદ્રવના વાયરસને નાથવામાં અને વાતાવરણમાં શુધ્ધ કરવા સમિધ અને દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રાચીન ઋષીઓએ વાતાવરણમાં રહેલી આસુરી અને રોગ તત્વને નાશ કરનાર અનેક યજ્ઞો બતાવ્યા છે. પરંતુ હાલમાં ગ્લોબલ વોમિંગના કારણે ઋતુઓમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહયો છે.

અરણી મંથનથી અગ્ની પ્રગ્ટ કરીને રસાયણ વિગ્નાન, શુધ્ધ ઉચ્ચારો સાથે મંત્ર, તલ, શેરડી, સુકો મેવો અને ગાયના ઘી સાથે દ્રવ્ય, અને દિવ્ય ઔષધીઓથી વાતાવરણમાં એક નવી ઉર્જા સાથે વાયુ પ્રદુષણને નિવારવા એક અનોખો પ્રતિષ્ઠા મહોત્વનું કરી રહયા છે. આ બાબતે જીગ્નેશભાઇ રાવલ, કશ્યપભાઇ ત્રિવેદી જણાવ્યા મુજબ યજ્ઞની ધુ્મ્રસેન વાતાવરણમાં ફેલાય અને વાતાવરણ શુધ્ધ થાય તેવા હેતુ આંકડો, ખેર, ખીજડો, ઉંબરો સુગંધીવાળો સહિતની નવ પ્રકારની વનસ્પતીથી ઉપયોગથી વાયુમંડળના વાયરલનો નાશ કરીને લોકોને આરોગ્યપ્રદ બનાવાવા મદદ કરે છે.

સાયલા લાલબાપા મંદિરના મહંત દુર્ગાદાસજીએ ભગવાન પ્રત્યેની સાચી નિષ્ઠાએ પ્રતિષ્ઠાની ફળશ્રુતિ ગણાવી હતી. નાનુભગત, જયોતિરામરાપુ સહિત સંતોએ આર્શિવચન આપ્યા હતા. આ મહોત્સવને સફળ બનાવવા માટે ગંગારામભાઇ, હરખાભાઇ, કરશનભાઇ, હષર્રદભાઇ, મનસુખભાઇ અને નરોત્તમભાઇ સહિતના અનેક યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...