છેતરપિંડી:રૂ. 4 લાખ આપીને બેંકમાં ખાતું ખોલાવવાના બહાને દસ્તાવેજમાં અંગૂઠા લઈ લીધા

સાયલા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાયલાના ચોરવીરામાં 33 વીધા જમીન 3 બહેન પાસેથી રૂ. 73 લાખમાં વેચાણ કરાઈ

સાયલાના ચોરવીરા (થાન) ગામની 33 વીધા સીમ જમીન 3 બહેન પાસેથી રૂ. 73 લાખમાં વેચાણ કરવામાં આવી અને માત્ર 4 લાખ આપીને ખાતુ ખોલાવવાના બહાને મહિલાના અંગૂઠા લઇ દસ્તાવેજ કરાયો હતો. બાકી રકમ ન આપી જાતિથી અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપતા 1 મહિલા સહિત 6 સામે અને તપાસમાં વધુ નામ ખૂલે તેની સામે સાયલા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

સાયલાના ચોરવીરા (થાન) ગામના મયાભાઇ પંચાલ અને તેમના પત્નીના મૃત્યુ બાદ તેમના 3 દીકરી સંતાન મીનાબેન, નાનુબેન અને હીરાબેન સરવે નંબર 829ની 33 વીઘા જમીનના વારસદાર બન્યા હતા અને જમીન વેચાણ માટે રાજપરાના ધનજીભાઇ હમીરભાઇ રોજાસરા, હીરાસરના રણછોડભાઇ રબારી સહિત અન્ય લોકોની હાજરીમાં રૂ. 73 લાખમાં જમીનનો સોદો કરાયો અને જમીન નવી શરતનું હોવાનું જણાવીને વાંકાનેર ખાતે બાનાખત કરાયું હતું. આ સમયે રૂ. 4 લાખની રકમ આપી હતી.

બાકીના રૂ. 69 લાખ દસ્તાવેજ સમયે આપવાનું જણાવ્યું હતું. પરંતુ 8 ઓગસ્ટ બાદ જંત્રી મુજબ ચેક આપવાનો હોઈ બેંકમાં ખાતુ ખોલાવા માટે કારમાં બેસાડીને બહેનોને સાયલા મામલતદાર કચેરીએ લઇ જવાયા અને અંગૂઠા કરાવી લીધા હતા. આ બાબતે જમીનના જુદા જુદા 2 દસ્તાવેજ કરાવી લીધાની જાણ થતા બાકીની રકમની માગણી કરતા રણછોડભાઇ અને ધનજીભાઇએ રૂપિયા આપવાના નથી તેમ કહીને ગાળો આપી જાતિથી અપમાનિત કરીને મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે નાનુબેને સાયલા પોલસમાં ફરિયાદ નોંધાવી છે.

આ લોકો સામે ફરિયાદ નોંધાઈ
ચોટીલાના રાજપરાના રોજાસરા ધનજીભાઇ હમીરભાઇ, હીરાસર ગામના રબારી રણછોડભાઇ દેવસીભાઇ પરમાર, રબારી સાગરભાઇ રણછોડભાઇ,રબારી રણછોડભાઇનો બીજો દિકરો, રબાર રાધાબેન રણછોડભાઇ, રબારી નટુભાઇ રત્નાભાઇ સામે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...