તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:સાયલા તાલુકાની ક્વોરી ઉદ્યોગમાં પર્યાવરણની જાળવણી માટે વર્ષમાં રૂ.2 લાખનો ખર્ચ કરાય છે

સાયલા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાયલાના કવોરી ઉધોગમાં ગ્રીનવોલ, કમ્પાઉન્ડ વોલ તેમજ પથ્થરના ક્રસર સમયે પાણીનો ઉપયોગ કરતા પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.  - Divya Bhaskar
સાયલાના કવોરી ઉધોગમાં ગ્રીનવોલ, કમ્પાઉન્ડ વોલ તેમજ પથ્થરના ક્રસર સમયે પાણીનો ઉપયોગ કરતા પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. 
  • કમ્પાઉન્ડ વોલ, ગ્રીન વોલ બનાવવી અને વૃક્ષ ઉછેર, પાણી, માવજત સહિતની સંભાળ માટે અલાયાદાે માણસ રાખ્યો છે

ઝાલાવાડ માટે જીવાદોરી સમાન કવોરી ઉદ્યોગ આજે વધુ પર્યાવરણ બાબતે વધુ જાગૃત જોવા મળે છે. કમ્પાઉન્ડ વોલ, ગ્રીન વોલ, રેફોને પાણીના ફુવારાથી છંટકાવ, પથ્થરના ક્રસર સમયે પાણીનો ઉપયોગ, વૃક્ષોનું વાવેતર જેવી અનેક બાબતો કવોરી ઉધોગ પર્યાવરણને સાચવી રહ્યુ છે. હાલમાં એક ક્રસર ઉધોગ વર્ષે રૂ.2 લાખનો ખર્ચ કરીને પર્યાવરણની જાળવણીમાં અગ્રસર ઉધોગ એકમ જોવા મળે છે.

ઝાલાવાડની જીવાદોરી અને સરકારની રોયલ્ટીની આવક આપતું એક માત્ર કવોરી ઉદ્યોગ જોવા મળે છે. જિલ્લામાં 130થી વધુ કવોરી ઉધોગ છે. ત્યારે સાયલા તાલુકાના સુદામડા, જશાપર, કેરાળા ગામ તરફના રસ્તે અનેક કવોરી ઉધોગ રાત દિવસ ધમધમી રહ્યા છે. કવોરી ઉધોગમાં પથ્થરને પીસવામાં આવતા તેની ડસ્ટ (ધુળ)ના કારણે પ્રદુષણ અને આજુબાજુના પાકને નુકશાન થતું હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી હતી. આ બાબતે કવોરી ઉદ્યોગના પ્રમુખ રૈયાભાઇ રાઠોડ, કરશનભાઇ, મંગળુભાઇ, ગભુભાઇ ખેતાભાઇ, ગોવિંદભાઇ જોગરાણા વિગેરેએ કવોરી બેઠકમાં પર્યાવરણ અને પ્રદુષણ બાબતે ગંભીર વિચાર કરીને તમામ કવોરી ઉધોગોમાં કમ્પાઉન્ડ વોલ અને ગ્રીન વોલ બનાવવામાં નકકી થયુ. અને વૃક્ષ ઉછેર, પાણી, માવજત સહિતની સંભાળ માટે અલાયાદા માણસનનો ખર્ચ કરવામાં આવે છે. પથ્થરના ક્રસર સમયે મોટા પ્રમાણમાં રેફો (ધુળ) ઉડતા આજુ-બાજુનો વિસ્તારમાં અંધારપટ્ટ જેવું પ્રદુષણ બની રહે છે.

આ બાબતે મહાલક્ષ્મી, રાયકા, દર્શન, રામેશ્વર, રોયલ, વાસુદેવ, ખોડીયાર, રઘુવિર, ન્યુ રાયકા કવોરી સહિત અનેક કવોરી માલીકોએ 50 હજારથી વધુ ખર્ચે પાઇપ લાઇન, પાણી મોટર, ટાંકાની વ્યવસ્થા કરીને ક્રસર અને કપચીના પેનલમાં પાણીનો ઉપયોય શરૂ કર્યો. જેના કારણે રેફો (ધુળ)થી ઉભુ થતુ પ્રદુષણ નહિવત બન્યું છે. આ બાબતે સદગુરુ કવોરીના માલીક ભરતસિંહ રાઠોડના જણાવ્યા મુજબ કવોરી ઉધોગ આજે પર્યાવરણની જાળવણી માટે એક કવોરી 2 લાખનો ખર્ચ ભોગવી રહી છે. જેના કારણે કવોરીમાં કામ કરતા શ્રમજીવીઓનું આરોગ્ય પણ સારૂ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...