તસ્કરી:સાયલા ગ્રામપંચાયત પાછળની દુકાનમાંથી રૂ.16 હજારની ચોરી, સીસીટીવી કેમેરામાં 3 શખ્સો શટર તોડતા કેદ થયા

સાયલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયલા ગ્રામ પંચાયત પાછળ આવેલી દુકાનમાં રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં દુકાનનું શટર તોડી અંદર પ્રવેશી ગલ્લમાંથી રૂ.16 હજારની ચોરી કરી ગયા હતા. આ બનાવ બાદ સીસીટીવી ફુટેજમાં ત્રણ શખ્સો કેદ થતાં પોલીસે ચોરોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

સાયલામાં ગ્રામ પંચાયત પાછળ આવેલી પટેલ ટ્રેર્ડસની દુકાનું રાત્રી દરમિયાન તસ્કરો શટર ઉંચુ કરી ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે જાણ થતા ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઇ હતી. જ્યારે દુકાન માલિક સંજયભાઇ મનસુખભાઇ ગોલાણીએ દુકાનમાં તપાસ કરતા ગલ્લામાંથી અંદાજીત 16 હજારની રકમ ચોરી થયાનું જણાયુ હતુ. જયારે સીસીટીવી કેમેરામાં તપાસ કરતા ત્રણ શખ્સ દુકાનનું શટર ઉંચુ કરી શટર તોડતા અને ત્યારબાદ એક શખ્સ દુકાનની અંદર ઘુસતા જોવા મળ્યા હતા. આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...