તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ધજાળા પોલીસ સ્ટેશન અને આવાસ બનાવવા ગ્રામજનોની રજૂઆત

સાયલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની કામગીરીને સરપંચ અને ગ્રામજનોએ બિરદાવી

સાયલા તાલુકાના 37 ગામોના 1 આઉટ પોસ્ટ અને 3 ટાઉન સહિત બીટની કામગીરી કરતી ધજાળા પોલીસ સ્ટેશને લોકદરબારનું આયોજન થયું હતું. જેમાં એસ.પી., ડીવાયએસપી, સી.પી.આઇ અને પી.એસ.આઇ ઉપરસ્થીત રહયા હતા જયારે મોટી સંખ્યામાં ઉપસ્થીત સરપંચો અને ગ્રામજનોએ પોલીસ સ્ટેશન, આવસ બનાવવાની રજૂઆત સાથે પોલીસની કામગીરી બિરદાવી હતી.

સાયલા તાલુકાના છેવાડાના ગામોમાં ગુન્હા અને દારુની હેરફેર સહિતના ગુનાઓ ચિંતાજનક વધતા સાયલા તાલુકાના ધજાળા ગામ સહિત 37 ગામોના 1 આઉટ પોસ્ટ અને 3 ટાઉન સહિત બીટની કામગીરી સાથે ધજાળા પોલીસ સ્ટેશનને કાર્યરત કર્યુ હતું. પોલીસ સ્ટેશનના વાષિક ઇન્સપેકશન બાદ ધજાળા લોકશાળામાં લોકદરબારનું આયોજન થયું હતું. જેમાં એસ.પી. મહેન્દ઼્ર બગડીયા, ડીવાયએસપી સી.પી.મુંધવા, સી.પી. આઇ આર.ડી.પરમાર અને પી.એસ.આઇ ઝેડએ.ઓડેદરા ઉપસ્થીત રહયા હતા.

જેમાં તાલુકા પંચાયત સદસ્ય મુળજીભાઇ પરાલીયા,કીશાન મોરચા પ્રદેશ મંત્રી નાગરભાઇ જીડીયા,સરપંચ રણછોડભાઇ રબારી, ઓધવજીભાઇ પરમાર, વશરામભાઇ વડોદીયા, વજાભાઇ ડાભી સહિત ગ્રામજનોએ પંચાયતની કોમ્યુનીટીમાં પોલીસ સ્ટેશન કાર્યરત છે ત્યારે ઝડપભેર કાયમી પોલીસ સ્ટેશન અને પોલીસ આવસ બનાવવાની રજુઆતની રજુઆત કરી હતી અને પોલીસની કામગીરીની પ્રસંશા કરી હતી.

જિલ્લા પોલીસ વડાએ ધજાળા પોલીસ ગેર કાયદેસર પ્રવૃતિ અટકાવી કાયદો વ્યવસ્થા બનાવે છે ત્યારે દરેક ગામના સરપંચો અને ગ્રામજનોએ અસામાજીક તત્વો દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃતિ સામે લોકોએ ડર વગર પોલીસને સહકાર આપવાની પણ અસરકારક ચર્ચાઓ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...