સાયલાના પીપરાળી ગામે છેલ્લા 3 દિવસથી વીજ અનિયમિતતાના કારણે ગ્રામજનો પરેશાન બન્યા છે. આ બાબતે તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા કાળઝાળ ગરમીમાં વૃધ્ધ, મહિલા અને બાળકોના જીવ જોખમમાં મુકાયા છે. આ બાબતે સરપંચે ઉચ્ચકક્ષાએ લેખિત જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.સાયલા શહેર અને તાલુકાના છેવાડાના ગામોમાં વીજ સમસ્યા વધતી છે. જેમા સોખડા ફીડરમાં ફોલ્ટ થતા આજુબાજુના ગામોની મુશ્કેલી જોવા મળતી હતી. અને પીપરાળી ગામે ટીસીની ખરાબી બતાવી ટીસી બદલવામાં આવ્યું પરંતુ વીજ સમસ્યા યથાવતા જોવા મળે છે.
આ બાબતે સરપંચ વિનાભાઇ મનજીભાઇ સાકરિયાના જણાવ્યા મુજબ છેલ્લા 3 દિવસથી વીજ અનિયમિતતાના કારણે ગ્રામજનો પરેશાન બન્યા છે. આ બાબતે સાયલા વીજ તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી થતી નથી અને કર્મચારી કોઇ ફોન ઉપાડતા નથી. તેમજ વીજ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. અસહ્ય કાળઝાળ ગરમીમાં વૃધ્ધ, મહિલા અને બાળકોના જીવ જોખમમાં મુકાયા છે. વીજ તંત્રની બેદરકારી બાબતે સરપંચે ઉચ્ચકક્ષાએ લેખીત જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.