તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:સાયલા સંકલનમાં 2 વર્ષથી લેન્ડ કમિટીની બેઠક ન બોલાવાતાં ચેરમેનની રજૂઆત

સાયલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયલા મામલતદાર કચેરીના સભાખંડમાં મામલતદાર પી.બી.કરગટીયાની ઉપસ્થિતિમાં સંકલનની બેઠક મળી હતી જેમાં આરોગ્ય,પાણી, રસ્તા સહિતની અનેક સમસ્યા બાબતે ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. તાલુકા ન્યાય સમિતિના ચેરમેન દિપકભાઇ પંડ્યાએ છેલ્લા બે વરસથી લેન્ડ કમિટીની બેઠક મળી નથી જેના કારણે 100 ચો.વા.પ્લોટની ફાળવણી અને લાભાથીઓની મુશ્કેલીને ધ્યાને લઇ ઝડપભેર લેન્ડ કમિટી બોલાવવા માટે ઉગ્ર રજુઆત કરી હતી. આવાસ યોજનાના લાભાર્થીઓ અવસાન પામ્યા છે તેમના વારસદારોને લાભ મળે તેવી દરખાસ્ત કરવાની પણ રજુઆત કરવામાં આવી હતી, અનુ.જાતિના સ્મશાનના રસ્તા અને સમાજ કલ્યાણ નિરીક્ષક નકકી કરેલા દિવસે હાજર રહે તેવી પણ રજુઆત થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...