સાયલાના આયા,ઇશ્વરીયા સહિત 7 થી વધુ ગામોને થાનગઢ તરફનો રસ્તો બિસ્માર હાલત છે. જેના કારણે શ્રમજીવીઓ માટે જીવલેણ બની રહયો છે રોજના નાના મોટા અકસ્માત ચિંતાજનક વધી રહયા છે.આ બાબતે ઇશ્વરીયાના સરપંચ અને ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ રસ્તાના નવીનીકરણ બાબતે લેખીત રજૂઆત કરી છે.
સાયલાના આયા ગામથી 15 કી.મીના થાનગઢ શહેર તરફ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે. આ રસ્તે ઇશ્વરીયા, સીતાગઢ, કંસાળા, ધારાડુંગરી સહિતના અનેક ગામોના શ્રમજીવી મોટી સંખ્યામાં વાહનોમાં પોતાની રોજી માટે થાનગઢ શહેરમાં કામે છુટક તેમજ કાયમી મજુરી માટે જતા જોવા મળે છે.
થાનગઢ નજીક હોવાના કારણે ગામની ચિઝ વસ્તુની ખરીદી સાથે વ્યવહાર જોડાયેલ છે. જયારે દર્દી અને સર્ગભા બહેનોને સારવાર માટે પણ તાલુકા મથક થાનગઢ વધુ સરળ અને સવલત બને છે. પરંતુ ઇશ્વરીયાથી થાન તરફનો રસ્તો અતિબસ્માર હાલતમાં છે.
જેના કારણે ખાનગી વાહનો આ રસ્તે પસાર થવાનો નનૈયો ભણે છે જેના કારણે દર્દીઓ માટે મુશ્કેલીનો માર્ગ બની રહયો છે. આ બાબતે ઇશ્વરીયા ગામના મહિલા સરપંચ મંજુબેન પ્રભુભાઇ રુદાતલાના જણાવયા મુજબ ઉબડ ખાબડ અને તુટેલા રસ્તાના કારણે દરરોજના નાના મોટા અકસ્માત ચિંતાજનક વધી રહયા છે. જેના કારણે ગ્રામજનો પરેશાન બની રહયા છે. આ બાબતે ગ્રામજનોએ પણ ઉચ્ચકક્ષાએ રસ્તાના નવીનીકરણ બાબતે લેખીત રજુઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.