ભાસ્કર વિશેષ:રક્ષાબંધને રૂ. 15માં સ્પે.રાખી કવર બનાવ્યા પરંતુ ટપાલપેટી અને પોસ્ટમેનનો અભાવ

સાયલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાયલા, સુદામડામાં વસ્તી, વિસ્તારમાં વધારો પરંતુ ટપાલ પેટી, પોસ્ટમેનમાં ઘટાડો

ટપાલપેટી એ પોસ્ટ ઓફિસની આગવી ઓળખ છે. સાયલા સહિત અનેક શહેર, ગામડાઓમાં ટપાલપેટી જોવામાં આવતી નથી. સરકાર દ્વારા રક્ષાબંધનના પર્વે રૂ. 15માં સ્પે.રક્ષાકવર તૈયાર આપે છે. પરંતુ ટપાલપેટીના અભાવે રાખડી કવર નાંખવા બહેનો પગગસતા અને પોસ્ટમેન અભાવે સમયસર રાખડી ન મળે તેવી સ્થિતિ જોવા મળે છે.

આધુનિક ટેકનોલોજીની હરણફાળમાં એસ.એમ.એસ,વોટ્સએપ સહિતના એપના હરણફાળમાં તહેવારો, પ્રસંગે કંકોત્રી, મર્નીઓડર, રજિસ્ટર એડી. સહિત અનેક કામો માટે ટપાલપેટી અને ટપાલીનું મહત્વ વિશેષ છે સાયલા સહિત અનેક શહેર અને તમામ ગામડાઓમાં ટપાલ પેટી અને ટપાલીની અછત જોવા મળે છે. સરકાર દ્વારા રક્ષાબંધનના પર્વે ભાઇ-બહેનના પ્રેમની અભિવ્યકિતની રાખડી મોકલવા માટે રૂ. 15માં સ્પે.રાખીકવરનું વિતરણ કરે છે તંત્રસાયલાના વિકસીત વિસ્તાર અને 18 હજારની વસ્તીમાં માત્ર 4, સુદામડા 1ટપાલ પેટી જેના કારણે રાખડી મોકલવા માટે 1 કીમીથી વધુ અંતરે ટપાલ પેટી સુધી જવું પડે છે.

વધતા વિકાસીત વિસ્તારોના કારણે માત્ર 2પોસ્ટમેનના કારણે સમયસર ટપાલ, દસ્તાવેજો ન મળે તેવી પણ સ્થિતિ સર્જાય છે. સાયલની 8 અને સુદામડાની 13 બ્રાંચમાં કાશીપરા, મંગળકુઇ,નાના સખપર, પીપરાળી, નોલી, ગૌરૈયા, નવાગામ,કસવાળી સહિત મોટાભાગના ગામડાઓમાં ટપાલ પેટી જર્જરીત અને તુટેલી હાલતમાં જોવા મળે છે. પોસ્ટ દ્વારા લોકોની સુવિધામાં વધારો કરે છે. પરંતુ પાયાગત ટપાલપેટી અને પોસ્ટમેનના અભાવે ગ્રાહકો પરેશાન બની રહ્યા છે. જર્જરીત ટપાલ પેટીની બાબતે BPM BO દ્વારા લેખીત રજુઆત થવા પામી છે.

પરંતુ વડી કચેરી કોઇ કાર્યવાહી ન કરતા પોસ્ટના તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. રાખડી એક માત્ર પોસ્ટ છેવાડે રહેતા ભાઇ સુધી પહોંચતી કરી શકે. રાખડી મોકલવા બહેનો આંગડીયા સર્વિસનો ઉપયોગમાં છેવાડાના ગામડે આંગડીયા પહોંચાડતા નથી. ત્યારે પોસ્ટ એક વિકલ્પ હોય છે જે સલામત છે. પરંતુ ટપાલ પેટી અને પોસ્ટમેનની અપુરતી સુવિધાના કારણે તંત્ર સામે લોકોનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...