છેતરપિંડી:સાયલાના વેપારી સાથે રાજકોટના વેપારીની 30 લાખની છેતરપિંડી

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • GSTની રકમ બાકી રાખી 5 ગાડીનું જ પેમેન્ટ કર્યું હતું

સાયલાના વેપારી પ્રમુખ અને કપાસના વેપારી પાસેથી શ્રીનાથજી પ્રોસેસ પ્રા.લિના ડાયરેક્ટરે 10 ગાડી કપાસની ખરીદી કરી હતી. જેમાં 5 ગાડીનું જીએસટી રકમ બાકી રાખી રકમ ચૂકતે કરી હતી. પરંતુ બાકીના 5 ગાડી કપાસની રકમ બાબતે ગલ્લા તલ્લા કરીને આપેલ ચેક બેંકમાં પેમેન્ટ થાય પછી ભરવાનો વિશ્વાસ આપ્યો હતો. પરંતુ બેંકમાં બેલેન્સ ન હોવાથી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

સાયલાના વેપારી પ્રમુખ અને કપાસના વેપારીને મનુભાઇ માનસંગભાઇ રાજપૂતે શ્રીનાથજી પ્રોસેસ પ્રા.લિ.ના જીન બેટી (રામપર)ના ડાયરેક્ટર ભાલોડી અશ્વિનભાઇ પોપટભાઇ સાથે કપાસનો વેપાર શરૂ કર્યો હતો. અને સાયલાથી 10 કપાસની ગાડી મોકલવામાં આવી હતી.

મનુભાઇએ જીએસટી સહિતનું બિલ મોકલતા 5 ગાડી કપાસની રકમ ચૂકતે કરી આપી. પરંતુ જીએસટીની રકમ બાકી રાખી, આ બાબતે મનુભાઇ રાજપૂતે બાકી રકમની ઉઘરાણી શરૂ કરતા અશ્વિનભાઇ સહિતના સહકર્મચારીઓએ બાકી રકમ બાબતે ગલ્લા તલ્લા કરી અને બિલની રકમ ચૂકતે કરવાનું જણાવતા હતા.

અંતે આ બાબતે અગાઉના જીએસટીની રકમ સહિત રૂ.30,35,182 વસ્ય બેંકનો ચેક આપ્યો હતો. પરંતુ મનુભાઇને બેંકમાં રકમ ભરવામાં આવે ત્યારબાદ ચેક નાંખવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા. જેમાં ચેકની રકમ બાબતે બેંકમાં કોઇ રકમ ભરવામાં ન આવતા આ બાબતે વધુ તપાસ કરતા આપેલા ચેકના ખાતામાં બેલેન્સ ન હોવાનું જાણવા મળતા ચેક આપીને છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. મામલો સાયલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...