દાન:સાયલામાં પાંજરાપોળ માટે 1.25 લાખનું વધુ દાન એકત્ર કર્યું

સાયલા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ અને સદસ્યોએ ઘેર ઘેર ફરીને રૂપિયા 1,25,000ની રકમનું દાન એકત્ર કર્યું
  • યુવાનોએ સ્ટોલ ઊભા કરી 40 હજારનું દાન એકઠું કર્યું

આર્થિક પરેશાની ભોગવતી સાયલા પાંજરાપોળમાં મોટા કેરાળા ગામના પૂર્વ સરપંચ અને સાયલાના ભરવાડ યુવાનોએ સુદામડા તરફના રસ્તે સ્ટોલ ઉભા કરીને દાન એકત્ર કર્યુ હતુ.જયારે સાયલાના ચૂંટાયેલા સરપંચ અને સદસ્યોએ પણ રૂ.1,25,000ની માતબર રકમનું દાન એકત્ર કરીને પાંજરાપોળમાં આપતા યુવાનોમાં જીવદયાનો અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.

સાયલા તાલુકાની 2000 પશુઓના આશ્રય સ્થાને મહાજન પાંજરાપોળ છે આર્થીક સ્થીતી ભોગવતા પાંજરાપોળમાં કતલખાને જતા પશુઓ સાચવવાનું કાર્ય નોંધપાત્ર છે.2 વર્ષથી કોરોનાના મહારોગના કારણે પાંજરા પોળની આવક નામશેષ થતી જોવા મળે છે.આથી મકરસંક્રાંતિના પુણ્ય પર્વે લોકો ગાયને ઘાસચારો નાખવાનું મહાત્ય વધુ છે.પાંજરાપોળ માટે મોટાકેરાળા ગામના પૂર્વ સરપંચ શીવરાજભાઇ ખાચર, ખોડાભાઇ, લાલભાઇ શીયાળે સુદામડા તરફના રસ્તે સ્ટોલ ઉભો કરીને લોકોને ગાયના ઘાસચારા માટે દાન માટે અપીલ કરીને રૂ.40 હજારનું દાન એકત્ર કર્યુ હતું.

જયારે સાયલા શહેરમાં ચૂંટાયેલા સરપંચ અજયસિંહ ઝાલા, વિરસંગભાઇ અઘારા, પિન્ટુભાઇ જાડેજા, મહાવીરસિંહ પરમાર, મહિપતસિંહ ચાવડા સહિતના 18 વોર્ડ ઉમેદવારોએ સાયલા પાંજરાપોળને આર્થીક મદદ કરવા કમરકસી હતી.અને મકરસંક્રાંતિના પુણ્યકાલમાં લોકોના ઘર સુધી પહોંચીને રૂ.1,25,000ની માતબર રકમનું દાન સાયલા મહાજન પાંજરાપોળમાં આપ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...