સાયલા તાલુકાના ગોસળ ગામની અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરીને મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ અંગે સાયલા પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવ અંગે સાયલા પોલીસ સ્ટેશને ગોસળ ગામની સગીરાએ ફરિયાદ નોંધાવી એવી વિગતો જણાવી હતી કે તે ડોળિયા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે.તા.26 જૂન 2022ના રોજ તે હોસ્ટેલના મેદાનમાં રમતી હતી ત્યારે હોસ્ટેલની છોકરીએ તેના મામા આવ્યા હોવાનું કહેતા તે ગાડી પાસે ગઇ હતી.
જ્યાં ગાડીમાં બેઠેલા ગોસળ ગામના રાજદીપભાઇ શીવકુભાઇ ખાચરે તેને હાથ પકડીને ગાડીમાં બેસાડી દીધી હતી. જ્યારે આરોપી સાથે આવેલા અન્ય 2 શખસે હોસ્ટેલની બહાર બેઠા હતા. બાદમાં ગાડી સાયલા બાજુ જવા દઇને ડોળિયા પાસે હોટલના ગ્રાઉન્ડમાં ઉભી રાખી રાજદીપભાઇએ બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યુ હોવાની વિગતો જણાવી હતી.બાદમાં આરોપી ઉપર સગીરાના પિતાનો ફોન આવતા હોસ્ટેલ આવવા જણાવ્યું હતું. પરંતુ હોસ્ટેલ ઉપર રહેલા 2 વ્યક્તિએ અહીંયા ન આવવાનું જણાવતા સગીરાને સખપર ઉતારીને કોઇને કહીશ તો પિતા અને ભાઇને મારી નાખવાની ધમકી આપી જાતીય અપમાન કરી આરોપી ફરાર થઇ ગયાની સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.