સાયલાના નેશનલ હાઇવે નજીક ઓવરબ્રીજના પાણીના નિકાલ માટેની ગટર બનાવવનું કામમાં કોન્ટ્રાકટરની બેદરકારીથી ગ્રામ પંચાયતની પાણીની લાઇન તુટી ગઇ હતી.આથી આગામી દિવસોમાં અનેક વિસ્તારમાં પાણી સમસ્યા જોવા મળશે આ બાબતે સરપંચે સ્થાનિક અધિકારી અને પોલીસને જાણ કરતા દોડધામ મચી હતી.
સાયલા શહેરમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યારે જશાપર ચાર રસ્તા નજીક ઓવરબ્રીજ ના પાણીના નિકાલ માટે વરાહ કન્ટ્રકશન દ્વારા ગટર બનાવવનું કામ ગોકળવતીએ ચાલુ છે.છેલ્લા કેટલાક દિવસથી મુખ્ય પાણીની પાઇપ લાઇનથી વિકસીત વિસ્તાર સોભાગપરા, સુદામડા રોડ તરફ જતી પાણીની પાઇપ લાઇન તુટેલી હાલતમાં જોવા મળે છે.
ગટરના કામમાં સાયલા ગ્રામ પંચાયતની પાણીની લાઇન તુટી જતા આ વિસ્તારમાં પાણી વિતરણ થઇ શકાતું નથી શહેરમાં અપુરતા પાણીને કારણે એક વિસ્તારને 10 દિવસે પાણી વિતરણ વ્યવસ્થા છે.ત્યારે વરસાદી પાણીની ગટર બનાવતી કંપનીએ બેદરકારી રાખીને પંચાયતની લાઇન તુટતા આગામી દિવસોમાં અનેક વિસ્તારમાં પાણી સમસ્યા જોવા મળશે.
આ બાબતેની જાણ સરપંચ અજયરાજસિંહ ઝાલાને થતા સ્થળ ઉપર દોડી ગયા હતા અને કોન્ટ્રાકટરને લેખીત જાણ કરીને ગટરનું કામ બંધ કરવાની સુચના આપી હતી. આ બાબતે પંચાયત દ્વારા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસને જાણ કરવામાં આવતા દોડધામ જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.