ભાવવધારો:સાયલામાં કવોરી, લીઝ હોલ્ડર, ટ્રાન્સપોર્ટ, ટ્રેડર્સના માલિકોએ બ્લેકટ્રેપના ભાવ વધાર્યો

સાયલા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર રવિવારે સાયલા, ગુરુવારે ફુલગ્રામના તરફનો ક્વોરી ઉદ્યોગ બંધ રહેશે

8 વર્ષમાં ડીઝલ, સ્પેરપાર્ટસ સહિતના ભાવ વધારાના કારણે ક્વોરી એસોસિયેશનની બેઠકમાં ઉપસ્થિત ક્વોરી, લીઝ હોલ્ડર, ટ્રાન્સપોર્ટ અને ટ્રેડર્સના માલિકોએ બ્લેકટ્રેપના ભાવવધારાને સહકાર આપી પોતાનો એકસૂર બતાવ્યો હતો. સાયલા પંથકના દર રવિવારે સાયલા અને ગુરૂવારે ફુલગ્રામના તરફનો ક્વોરી ઉદ્યોગ બંધ રહેશે. જિલ્લામાં કુલ 190 જેટલા લીઝ હોલ્ડર, 200 ક્વોરી છે. રેલવે અને બાંધકામ માટે એવન કેટેગરીના પથ્થરના કારણે સાયલા તાલુકામાં વાષિક 12 લાખ ટન ગ્રીટ, મેટલ અને કપચીનું ઉત્પાદન કરાય છે.

સરકારને રોયલ્ટીની મબલક આવક છે. પરંતુ છેલ્લાં 8 વર્ષથી ડીઝલ, પેટ્રોલ, મશીન સ્પેર પાર્ટના ભાવ વધારાના ક્વોરી, લીઝ હોલ્ડર, ટ્રાન્સપોર્ટ અને ટ્રેડર્સના માલિકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. હરભોલે સ્ટોનના પરિસરમાં જિલ્લાના ક્વોરી એસોસિયેશન, લીઝ હોલ્ડર, ટ્રાન્સપોર્ટ અને ટ્રેડર્સના માલિકોની બેઠક મળી હતી. જેમાં ડસ્ટ, ગ્રીટ, કપચીના ભાવો નક્કી કરાયા હતા અને તમામ ક્વોરી માલિકો સાથે બજારને ધ્યાનમાં લઇ ભાવો નક્કી કરાતા ઉપસ્થિત માલીકોએ ભાવ વધારાની સમંતિ આપી હતી. સાયલા પંથકના દર રવિવારે સાયલા, ગુરુવારે ફુલગ્રામના તરફનો ક્વોરી ઉદ્યોગ બંધ રહેશે.

પથ્થરના ભાવ વધારાની ફરજ પડી
બ્લાસ્ટિંગ, ડ્રિલિંગ, મજૂરી, હિટાચીથી ભરાઇનો ભાવવધારો અને પથ્થરની ખાણમાં કામ કરતા શ્રમજીવીઓના પગાર વધારા સહિતની અનેક સમસ્યાના કારણે થતાં પથ્થરના ભાવ વધારાની ફરજ પડી છે. -જયેન્દ્રસિંહ નાવડાવાળા, પ્રમુખ,માઇન્સ એસોસિયેશન

માલિકો વાહન વેચી રહ્યા છે
ડમ્પર માલિકોને ડીઝલ, સ્પેર પાર્ટસ, ડ્રાઇવરના પગાર વધારો થતા નાણાંકીય વ્યવહાર ખોરવાયો છે ટ્રાન્સપોર્ટેશનમાં ભાવ વધારો ન થતા માલિકો વાહન વેચી રહ્યા છે.- ગભરુભાઇ રબારી,પ્રમુખ, ટ્રાન્સપોર્ટ એસોસિયેશન

ભાવવધારામાં અમારી સમંતિ
ઘંઘાની હરીફાઇમાં આવક મર્યાદિત બનતા ટ્રેડર્સ માલિકો પરેશાન છે. ભાવ વધારામાં અમારી સમંતિ છે અને જેથી ટ્રેડર્સની મુશ્કેલી ઘટશે. -ઘનશ્યામભાઇ મસાણી, ટ્રેડર્સના અગ્રણી

અન્ય સમાચારો પણ છે...