તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સાયલાના રાતડકીની જમીનના દસ્તાવેજ મુદ્દે મૃત્યુ પામેલાને સ્થાને બીજાને હાજર રખાયો

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાયલાના રાતડકી ગામની સીમ જમીનના વેચાણ કરનાર શખસોએ દસ્તાવેજમાં ઠગાઇ કરવાના ઇરાદે મરણ થનારની સ્થાને અન્યને હાજર રાખી 20 લાખની ઠગાઇ કર્યાનું બહાર આવતા સોદો કરાવનાર, મહિલા સહિત 7 સામે ધજાળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

સાયલાના રાતડકી ગામની સીમ સરવે 109 પૈકી 2 વાળી 20 વીધા જમીનના વેચાણ કરવાની હોવાથી ચોટીલાના દિગ્વિજયસિંહ ધાંધલ એક લાખના વીધા મુજબ 10 વીધા, મુંબઇ રહેતા અતુલભાઇ પારેખે 10 વીધા જમીનનો કુલ 20 લાખમાં સોદા થયો હતો. જમીન માલિકને રૂ. 3 લાખ આપી બાનાખત કર્યો.

જમીનના માલીક લખમણભાઇ રબારી, જોધાભાઇ શામળાભાઇ, દેવાયતભાઇ શામળાભાઇ, રાજુબેન શામળાભાઇ, જોમીબેન શામળાભાઇએ દસ્તાવેજ માટે સાયલા આવેલા. રાતડકી ગામના વશરામભાઇ ખાંભલા, સતાભાઇ વકાતરા હાજર રહીને જમીન વેચનારની ઓળખ આપી દસ્તાવેજ કરવામાં આવ્યો. સાયલા મામલતદારે જમીન વેચનારને રિમાઇન્ડ નોટિસ કાઢતા જમીન વેચનાર જોધાભાઇનું 13-1-11એ મૃત્યુ થયું હતું અને દસ્તાવેજ 18-6-2014ના રોજ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...