વિરોધ:તાલુકાના 113 મધ્યાહૃન ભોજનના 342 સંચાલક સહિતના કર્મીઓનો વિરોધ

સાયલા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયલા તાલુકાના મધ્યાહૃન ભોજન કર્મીઓએ લઘુતમ વેતનની માગ સાથે મામલતદારને આવેદન આપ્યું

સાયલા તાલુકાના 113 મધ્યાન ભોજનના 342 સંચાલક સહિતના કર્મચારીઓએ પેશગી, પરિવહન ખર્ચ, લઘુતમ વેતન ચૂકવવા અને ખાનગી કરણનો વિરોધ દર્શાવી સાયલા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. સાયલા તાલુકામાં સ્કૂલ ખુલતા સાથે મધ્યાન ભોજન શરૂ થશે તાલુકાના 113 મધ્યાહન ભોજનના સંચાલકો, મદદનીશ અને રસોયા સહિત 342 કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. પરંતુ સંચાલકોને માત્ર રૂ. 1600, રસોયાને રૂ.1400 અને મદદનીશને રૂ. 1000 સુધી વેતન મળે છે .

5 કલાક કામ કરી સેવા આપતા કર્મચારીઓએ અનેક વખત મોંઘવારીના સમયમાં વેતનમાં વધારો કરવા રજૂઆત કરી છે. પરંતુ સરકાર કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા સાયલા મધ્યાન ભોજન યોજના કર્મચારી મંડળના પ્રમુખ લક્ષ્મણભાઇ ઉતરડીયા, ભનુભાઇ ખવડ, લવજીભાઇ રાઠોડ, બંસીબેન ઓઝા, પીનાબેન સહિતના કર્મચારીઓએ લઘુતમ વેતન મુજબ કર્મચારીઓને વેતન આપવા અને પેશગીમાં વધારો તેમજ સરકાર દ્વારા આપવામાં આવતો પુરવઠાના જથ્થો સ્કુલ સુધી પહોંચાડવા માટેનો પરિવહન ખર્ચમાં વધારો કરી આપવા પણ રજૂઆત કરી છે.

સરકાર દ્વારા મધ્યાહન ભોજનના ખાનગી કરણનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. ત્યારે સાયલા તાલુકાના તમામ કર્મચારીઓએ અનેક પ્રશ્નોની રજુઆત સાથે સાયલા મામલતદાર પી.બી.કરગટીયાને આવેદન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...