કાર્યવાહી:સાયલામાં પકડાયેલા અનાજના જથ્થાની તપાસમાં સમિતિ ચલાવતા 4 સામે ગુનો

સાયલા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયલામાંથી એસઓજીએ રૂ. 7,34,650નો મુદ્દામાલ ઝડપ્યો હતો
  • મામલતદારે તપાસ હાથ ધરતા મઢાદ, ટુવા, ગુંદિયાળાના સમિતિ પાસેથી ખરીદી બહાર આવી

સાયલા તાલુકા શહેરના છેવાડાના વિસ્તારમાંથી યુવાનને સસ્તા અનાજની દુકાને મળતા ઘઉં, ચોખા, તુવેરદાળના જથ્થો કિંમત રૂ. 7,34,650નો મુદ્દામાલ મળી આવતા સાયલા મામલતદારે તપાસાના આધારે મઢાદ, ટુવા અને ગુંદિયાળા ગામેથી છૂટક તેમજ સમિતિની દુકાનેથી ખરીદ કર્યા હોવાનું બહાર આવતા 3 પરવાનેદાર સામે ગુનો દાખલ કરાયો હતો.

એસઓજીની ટીમે સાયલાના હોળીધારે યોગાભાઇ ભરવાડના મકાનમાં રહેતા વિજયભાઇ ગોરધનભાઇ કુલધરિયાના ઘેરથી ઘઉં 530, ચોખાની 110, તુવેરદાળની 18 થેલી સહિત કુલ 658 થેલી મળી આવી હતી. તમામ અનાજના જથ્થાની કિંમત રૂ. 7,34,650નો મુદ્દામાલ મળી આવતા સાયલા મામલતદાર પી.બી. કરગટિયાએ તપાસ હાથ ધરી હતી. જેમાં વિજયભાઇએ 4 માસમાં રૂ. 300 થી રૂ. 350ના ભાવે ઘઉંની ખરીદી કરી હતી. સમિતિ ચલાવતા મોટા મઢાદના રાઠોડ હલુભાઇ ઉર્ફે હરપાલસિંહ અજુભાઇ, ગુંદિયાળાના પઢિયાર જસુભાઇ ભાવાનસંગ અને ટુવા ગામના પરમાર છગનાભાઇ જેઠાભાઇ પાસેથી ઘઉં, ચોખા અને તુવેરદારનો મોટા પ્રમાણમાં ખાધ જથ્થો રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવતો અનાજનો જથ્થાની ખરીદી થઇ હોવાનું બહાર આવ્યું છે. વિજયભાઇ સહિત 3 સસ્તા અનાજ વિતરક સામે સાયલા પોલીસે ગુનો દાખલ કરતા દોડધામ મચી છે.

આ જથ્થો વાંકાનેરના વેપારીને આપવાનો હતો
ઘઉ, ચોખાનો જથ્થો સાયલાના ધરતી મીલ અને શેખપરના રાઘવ મીલમાં અગાઉ વેચાણ થયું હોવાનું પકડાયેલા અનાજનો જથ્થો વાકાનેરના કલ્પેશભાઇ શાહને રૂ. 385ના ભાવથી આપવાનું નકકી કરવામાં આવેલા. પરંતુ વિજયભાઇ જથ્થાનું વેચાણ કરી શકયો ન હોવાનું પણ બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...