સાયલા તાલુકાના સુદામડા ગામે ક્વોરી અને ખાણના રસ્તા બાબતે 2 જૂથ સામ સામે આવતા 3થી વધુ યુવાન ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. જૂથ અથડામણમાં ફાયરિંગના રાઉન્ડની આશંકા જોવા મળે છે.
સાયલા પેટ્રોલ પંપ પાસે સુદામડાના ગભરુભાઈ સગરામભાઇ રબારી અને દેવાયતભાઈ નાંગભાઇ ખવડને ક્વોરીના પાયા ખોદવા બાબતે બન્ને જૂથ સામ સામે આવ્યા હતા. બોલાચાલીમાં 4 રાઉન્ડ હવામાં ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં આલાભાઇ સાંબડ, રાજાભાઇ હાજાભાઇ, રામાભાઇ મેરુભાઇ અને ભોજાભાઇ કમાભાઇ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઇ ગયા હતા.
જેમાં ભોજાભાઇને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. સાયલા પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદન લઇને રાજાભાઇ સાંબડે 7 શખસ અને દેવાયતભાઇ ખવડે બતાવી 17 શખસ અને 30થી વધુ અજાણ્યા સહિત 53 શખસ બતાવતા સાયલા પોલીસે સામ સામી ફરિયાદ દાખલ કરી છે અને આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
આ લોકો સામે ફરિયાદ નોંધાવી
સુદામડાના રાજાભાઇ જહાભાઇ સાંબડે, દેવાયતભાઇ નાજભાઇ, દાનાભાઇ નાજભાઇ, રવિભાઇ દેવાયતભાઇ, અજયભાઇ દેવાયતભાઇ, મહાવીરભાઇ દાનભાઇ, વનાભાઇ બાબભાઇ (કરાડી) ચાંપરાજભાઇ બાબભાઇ (કરાડી). સામા પક્ષે સુદામડાના દેવાયતભાઇ નાંગભાઇ ખવડે ગભરુભાઇ ઉર્ફે મોગલ વશરામભાઇ સાંબડ, વિજયભાઇ વશરામભાઇ, ગભરુભાઇના ડ્રાઇવર, વિજયભાઇ જહાભાઇ, સગરામભાઇ દેવાભાઇ, દેવાભાઇ જોધાભાઇ, ગભરુભાઇ શામળાભાઇ ધાંધળ, વાલાભાઇ દાનાભાઇ ખાંભલા, મુકેશભાઇ મફાભાઇ આલ, હાજાભાઇ શામળાભાઇ, ખીમાભાઇ ખાંભલા, દેવાભાઇ આલ, ભોપાભાઇ કમાભાઇ, જહાભાઇ કમાભાઇ, રામાભાઇ મેરુભાઇ, આલાભાઇ ગોબરચભાઇ સહિત અન્ય ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.