તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કાકા અને દીકરાએ છરીના ઘા મારી ભત્રીજાની હત્યા કરી

સાયલા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુદામડામાં બાપદાદાની જમીનના સમાધાન મુદ્દે વાત વણસી હતી, સાયલા પોલીસે ગુનો દાખલ કર્યો

સાયલાના સુદામડા ગામે રહેતા પરિવારમાં જમીન બાબતનું મનદુ:ખ છે. જેના સમાધાન માટે પરિવારજનો ભેગા થયા પરંતુ વાત વધુ વણસતા કાકા અને તેના દીકરાએ મોટાભાઇના દીકરાને પાઇપ અને છરી વડે હુમલો કરતા યુવાનનું મોત થયું હતું. લાશને સાયલા પીએમ માટે મોકલીને સાયલા પોલસે ગુનો દાખલ કર્યો હતો. જર, જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરું કહેવતને યથાર્થ કરતો કિસ્સો સાયલાના સુદામડા ગામે બન્યો છે. એક પરિવારમાં બાપદાદાની જમીન બાબતનું મનદુ:ખ ઘણા સમયથી હતું.

જેના સમાધાન માટે ઘનશ્યામસિંહ કનુભા ઝાલા, જીલુભાઇ મનુભા પરમાર, હરદીપસિંહ માધુભા, લાલભા જીલુભા, ચંદુભા ધીરુભા અને જયપાલસિંહ ચંદુભા સહિત પરિવારજનો ભેગા થયા જમીન બાબતે સમાધાન ન થયું. પરંતુ આ બાબતે વાત વધુ વણસી હતી. અને કાકા ચંદુભા ધીરૂભા ઝાલાએ તેમના મોટા ભાઇના દીકરા ભત્રીજા ઘનશ્યામસિંહ કનુભાને ગાળો આપી હતી. આ બાબતે ચંદુભાના દીકરા જયપાલસિંહ પણ ઉશ્કેરાઈ ગયા હતા. અને ઘનશ્યામસિંહને માથાના ભાગે પાઇપ અને પેટના ભાગે છરી વડે હુમલો કર્યો હતો. પરિવારજનોએ વચ્ચે આવીને લોહી લુહાણ હાલતમાં રહેલા ઘનશ્યામસિંહને સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યા હતા.

પરંતુ પેટના ભાગે ગંભીર ઇજા થતા વધુ સારવાર મળે તે પહેલા યુવાનનું મોત થયું હતું. આ બાબતની પરિવારજનોને જાણ થતા પરિવારમાં આક્રંદ જોવા મળતું હતુ. આ બાબતે સાયલા પોલીસને જાણ થતા દોડધામ મચી હતી. લાશને સાયલા દવાખાને પીએમ માટે મોકલી આપી હતી. અને સાયલા પોલસે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...