તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સાયલાના વણકી આશ્રમના બાપુની માથામાં ધોકા મારી સેવકે હત્યા કરી

સાયલા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વચ્ચે પડેલા સાધુ પર હુમલો કરી આશ્રમને બહારથી બંધ કરી ભાગી ગયો

સાયલાના વણકી ગામ પાસે આવેલા નાગેશ્વર આશ્રમના મહંતે સતસંગ બાદ જમવાનું અને પાણી કાઢવાનું કહેતા ઉશ્કેરાયેલા સાધુએ મહંતના માથામાં ધોકો મારી નાસી છુટયો હતો. ગંભીર રીતે ઘાયલ સારવાર દરમિયાન સાધુનું મોત થતા અખાડા સંત સમાજમાં શોક વ્યાપી ગયો હતો. મૃતકનું પી.એમ. બાદ આશ્રમમાં સમાધી આપવામાં આવી હતી.

સાયલાના વણકી ગામ પાસે આવેલા નાગેશ્વર આશ્રમના મહંત ભવાનીશંકરગીરી બાપુ, ધરમેન્દ્રગીરીબાપુ, આશીષભાઇ શેખલીયા અને સીતારામ (રામજી) રાત્રીના સમયે સતસંગ બાદ સીતારામ સાધુને જમવાનું અને પાણી કાઢવાનું કહ્યુ હતુ. આથી અચાનક સીતારામ સાધુ ઉશ્કેરાયા હતા અને ગાળો આપીને આવેશમાં આવ્યા હતા.

આ બાબતે ભવાનીશંકરગીરી બાપુએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા સીતારામસાધુએ માથામાં ધોકો માર્યો હતો.આથી ધવાયેલા અને લોહી લુહાણ હાલતમાં ભવાનીશંકરગીરી આશ્રમના પરીસરમાં ઢળી પડયા હતા. આ દરમીયાન ધરમેન્દ્રગીરીબાપુ વચ્ચે આવતા ડાબા કાનના ભાગે ઇજા થઇ હતી.

આ બનાવથી હતપ્રભ થયેલા આશીષભાઇ પટેલ પાસે ધસી આવીને માર મારવાની ધમકી આપી સીતારામસાધુએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને બાઇકની ચાવી ઝુટવી લીધી હતી. અને આશ્રમની લોખંડની જાળી બહારથી બંધ કરીને બાઇક લઇને સીતારામસાધુ ચોટીલા તરફ નાસી છુટયો હતો.

ઇજાગ્રસ્ત ભવાની શંકરગીરીને 108માં ચોટીલા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા. પરંતુ સારવાર દરમિયાન મોત થતા અખાડા સમાજના સંત સમાજમાં શોક વ્યાપ્યો હતો. મૃતકનું પી.એમ. બાદ આશ્રમમાં સમાધી આપવામાં આવી હતી. સાયલા ઇનચાર્જ પી.એસ.આઇ ઝેડ.એલ.ઓડેદરાએ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આરોપીને પહેલી વાર જ જોયો હતો
આશ્રમના સાધુ સતસંગી હતા માટે છેલ્લા 8 વર્ષથી હું અહીયા આવતો હતો. અને સતસંગ કરતા હતા. આરોપી સીતારામ છેલ્લા આઠેક દિવસથી આશ્રમમાં રહેતો હતો. જો કે મે તેને પહેલીવાર જોયો છે. બાપુ પોતાની પાસે લાકડાનો ધોકો રાખતા હતા તે ધોકો તેમની પાછળ જ પડયો હતો. ઉશ્કેરાયેલા આરોપીએ તેમના જ ધોકાથી 7 થી 8 ઘા ઝીંકી દિધા હતા. હું વચ્ચે પડયો તો મને પણ ધોકો મારી ભાગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...