કાર્યવાહી:દારૂની 948 બોટલ સાથે 1,53,800ના મુદ્દામાલ જપ્ત

સાયલા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયલાના ધારાડુંગરીથી સાપર ગામના રસ્તે

સાયલાના સાપર ગામના રસ્તે બાઇકચાલક પાસેથી વિદેશી દારૂની 24 બોટલ પોલીસે એક શખસને ઝડપી લઇ પૂછપરછ કરી હતી. જેમાં ધારાડુંગરીના શખસ પાસેથી આ દારૂ લાવ્યો હોવાનું જણાવતા આ સ્થળના મકાનમાં રહેલા બાઇક અને ઘરના ઓરડામાં છુટા છવાયા રહેલી વિદેશી દારૂની 924 બોટલ ઝડપી લીધી હતી. સાયલા પોલીસે 2 બાઇક, 2 મોબાઇલ અને દારૂની 948 બોટલ સાથે રૂ. 1,53,800ના મુદામાલ સાથે ગુનો દાખલ કર્યો છે.

સાયલાના ધારાડુંગરીથી સાપર ગામના કાચા રસ્તે જતા બાઇક ચાલક પાસે વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે વોચ રાખીને બાઇક ચાલક છનાભાઇ ભૂપતભાઇ ઉઘરેજીયા પાસેથી કોથળામાં રહેલી 24 બોટલ ઝડપી લઇ પૂછપરછ કરી હતી. આથી તેને ધારાડુંગરીના નવઘણભાઇ કરમશીભાઇ પાસેથી દારૂ લાવ્યો હોવાનું જણાવતા ધારાડુંગરી ગામે નવઘણભાઇના ઘેર પોલીસે રેડ કરતા કોઇ હાજર મળી આવ્યુ ન હતુ. પોલસે ફળીયામાં રહેલા બાઇકની તપાસ હાથ ધરતા વિદેશી દારૂની 12 બોટલ મળી આવી હતી.

વધુ તપાસમાં ઘરના ઓરડામાં છુટા છવાયા રહેલી વિદેશી દારૂની 924 બોટલ મળી આવી હતી. સાયલા પોલીસે 2 બાઇક કિમત રૂ. 40,000, 2 મોબાઇલ કિંમત રૂ. 10,000 અને નાની મોટી વિદેશી દારૂની 948 કિંમત રૂ. 1,03,800 બોટલ સાથે રૂ. 1,53,800ના મુદામાલ ઝડપી લઇને નવઘણભાઇને ઝડપી લેવા તજવીજ હાથ ધરીને ગનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...