તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દેશી દારૂનો 2000 લીટર આથો સાથે 4000નો મુદામાલ ઝડપાયો

સાયલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાયલાના નડાળા ગામની વાડી નજીકના ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની પોલીસને બાતમી હતી. રેડ દરમિયાન ખુલ્લા 10 બેરલમાં રહેલા રૂ. 2000ની કિંમતનો 2000 લીટર આથો સહિત રૂ. 4000ના મુદામાલ મળી આવ્યો હતો. આ બનાવમાં યુવાનને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી હતી.

સાયલાના ગરાંભડીના ભીખુભાઇ અનકભાઇ કાઠી દરબારની ભાગવી વાડી વાવતા દેવાભાઇ જેરામભાઇ કોળી વાડીના શેઢે દેશી દારૂ બનાવતો હોવાની બાતમી ધજાળા પોલીસને મળી હતી.

આ બાબતે પીએસઆઇ ઝેડ.એલ. ઓડેદરા, ઘુસાભાઇ સોલંકી, ભીખાભાઇ પરમાર, વાલજીભાઇ ભુવત્રા, ભરતભાઇ જીડીયા સહિત પોલીસ કર્મીઓએ ભીખુભાઇ ગરાંભડીના આથમણી નદીના કાંઠે આવેલી ભીખુભાઇની વાડીએ રેડ કરી હતી.

આ દરમિયાન ખુલ્લા છાપરા નીચે 2 પતરાનું બાફણિયા અને 10 બેરલમાં રહેલા રૂ. 2 હજારની કિંમતનો 2000 લીટર આથો મળી આવ્યો હતો. પોલીસે વધુ તપાસ કરતા દેશી દારૂ બનાવવાની પ્રવૃતિ કરનાર દેવાભાઇ સ્થળ ઉપર મળી આવ્યા ન હતા.

આ સાથે ધજાળા પોલીસે રૂ. 4000ના મુદામાલ જપ્ત કરી દેવાભાઇને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...