કાર્યવાહી:સાયલાના ચિત્રાલાંકની સીમમાં ખનીજ ચોરીમાં 1 કરોડથી વધુની મતા ઝડપાઈ

સાયલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાર્બોસેલ ખનન કરતા ચાલકોને ઝડપીને  પોલીસ સ્ટેશને લઇ જવાયા. - Divya Bhaskar
કાર્બોસેલ ખનન કરતા ચાલકોને ઝડપીને પોલીસ સ્ટેશને લઇ જવાયા.
  • ટ્રેકટર, ડમ્પર અને ચરખી સહિતનો સામાન જપ્ત કરાયો

સાયલાના ચિત્રાલાંકની સીમ જમીનમાં ગેરકાયદેસર કાર્બોસેલ નું ખનન થતું હોવાનું એસ.ઓ.જી, ખનીજ તંત્રને ધ્યાને આવતા સાયલા પોલીસ સાથે રેડ કરી હતી. જેમાં 10 ટ્રેકટર, 1 ડમ્પર અને 4 ચરખી સહિત રૂ.1,4,00000નો મુદામાલ સિઝ કરીને તંત્ર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સાયલા તાલુકામાં બેફામ ખનીજ ચોરી કરીને સરકારની તિજોરીમાં રોયલ્ટીની ખોટ આપી રહયા છે. ત્યારે ચિત્રાલાંકની સીમ જમીનમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થતું હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી પીએસઆઇ મહીપાલસિંહ પઢીયાર, સાયલા પી.એસ.આઇ વી.એન. જાડેજા અને ખનીજ અધિકારીઓ સહિત કર્મીઓએ રેડ કરી હતી.

સ્થળ ઉપર પહોંચેલી પોલીસને જોઇને બે ફામ ખનીજ ચોરી કરતા શખ્સો પોતાના વાહનો લઇને નાસી છુટવાની કોશીશ કરે તે પહેલા પોલીસે વાહનો ઉપર કબજો કરતા 10 ટ્રેકટર કિ.70 લાખ, 1 ડમ્પર કિ. 30 લાખ અને 4 ચરખી અને લોખંડના પાઇપ સહિત કિ. 4 લાખનો મુદામાલ ઝડપી લીધો હતો.

તમામ મુદામાલ સાયલા પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો હતો અને ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર કે. જી. ડાભીએ તમામ વાહનોને સીઝ હુકમ કરીને દંડ ફટકારી સ્થળ તપાસની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયલા પોલીસ તંત્ર સાથે કરેલી કાર્યવાહી અને કુલ 1,4,00000નો દંડ ફટકારતા વાહન માલીકો અને ચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...