બેઠક:‘મારું બૂથ મારું ગૌરવ’ અભિયાન મતદારોનો મતાધિકાર એ આઝાદી છે તે સમજાવાશે

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
થોરિયાળી પાસે ક્રોંગ્રેસના અગ્રીઓની બેઠક મળી હતી. - Divya Bhaskar
થોરિયાળી પાસે ક્રોંગ્રેસના અગ્રીઓની બેઠક મળી હતી.
  • સાયલામાં ક્રોગ્રેસના અગ્રણીઓની બેઠક મળી: 5 સપ્ટે. અમદાવાદમાં રાહુલ ગાંધીનો સંવાદ

સાયલાના થોરિયાળી પાસે જિલ્લા, તાલુકા ક્રોગ્રેસ પ્રમુખ, ધારાસભ્ય અને સંગઠનની બેઠક મળી હતી આગામી વિધાન સભાની ચૂંટણીને ધ્યાને લઇ જનમિત્રો બનાવવાની કામગીરી અને 10 સપ્ટેમ્બરે મોંઘવારી મુદે ગુજરાત સાંકેતિક બંધના એલાન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વધુમાં ધારાસભ્યે ભાજપ સરકાર યંત્ર અને તંત્રની ભાજપ સરકાર બતાવી હતી.

સાયલાના થોરિયાળી પાસે આવેલા સદગુરુ સ્ટોનના પરીસરમાં ક્રોગ્રેસના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં આગામી વિધાન સભાની ચૂંટણીને ધ્યાને લઇ દરેક ગામોમાં જનમિત્રથી પેઇજ પ્રમુખ સુધીની કામગીરી અને 5 સપ્ટે. જનમિત્રો સાથે અમદાવાદમાં રાહુલ ગાંધીના સંવાદ કાર્યક્રમની બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોંઘવારી મુદે 10 સપ્ટેમ્બરે ગુજરાત સાંકેતિક બંધના એલાનને સજજડ પ્રતિસાદ મળે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

આ બેઠકમાં રૈયાભાઇ રાઠોડ, ઋત્વિકભાઇ મકવાણા, મોહનભાઇ પટેલ, ગિરિરાજસિંહ, કલ્પનાબેન, ચેતનભાઇ, રામકુભાઇ, ભગીરથસિંહ, મયુરભાઇ સાકરિયા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ બાબતે 20 વર્ષથી રાજ્યમાં યંત્ર અને તંત્રની સરકાર બતાવી હતી અને એક પણ રાજકીય પાર્ટી પાસે પોતાનું અસ્તીત્વ રહ્યું ન હોવાનું જણાવ્યું હતું.

આ સમયે લોકશાહીને બચાવવા માટે મારું બૂથ મારું ગૌરવના અભિયાન હેઠળ મતદારોને પોતાનો મતાધીકાર એ ખરા અર્થમાં આઝાદી હોવાનું કોગ્રેસના કાર્યકરો સમજાવશે. મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત થયેલી પ્રજાની વેદનાને વાચા આપવા માટે પણ ક્રોગ્રેસ કાર્યક્રમ દ્વારા લોકો વચ્ચે જવાનો સૂર જિલ્લા પ્રમુખ રૈયાભાઇ રાઠોડે બતાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...