રજૂઆત:સાયલામાં ખેડૂતોના અનેક પ્રશ્નો સરકારમાં મોકલવા માગ

સાયલા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ પુરવઠો અને પિયત સહિતના પ્રશ્નો અંગે ખેડૂતો દ્વારા સરકારમાં અનેક રજૂઆત કરવા છતાં કાર્યવાહી હાથ ધરાતી નથી
  • કિસાન સંઘે મામલતદારને આવેદન આપ્યું.

સાયલા તાલુકામાં ખેડૂતોને વીજ પુરવઠો અને પીયતના પાણી સહિતના પ્રશ્નો સતાવી રહ્યાં છે. ત્યારે ખેડૂતોના અનેક પ્રશ્નો સાથે ભારતીય કિશાન સંઘ દ્વારા સાયલા મામલતદારને આવેદન આપીને સરકારમાં ખેડૂતોના પ્રશ્નો મોકલવા રજૂઆત કરી હતી.

સાયલા તાલુકાના મોટા ભાગના ખેડૂતો અનેક સરકારી લાભોથી વંચિત જોવા મળે છે. ખેત મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂતોને દવા, ખાતર, બિયારણના ભાવથી પરેશાન છે. આ બાબતે ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડૂતોની મુશ્કેલી દૂર કરવા માટે અનેક રજુઆત સરકારમાં થઇ છે. પરંતુ સરકાર દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળે છે.

સાયલાના ભારતીય કિશાન સંઘ કમીટીના દિવ્યરાજ સિંહ વાઘેલા, મકવાણા નીરવભાઈ સુરેશભાઈ, કેવલભાઇ દિલીપભાઇ દવે સહિતના અનેક ખેડૂતોએ સાયલા મામલતદાર પી.બી.કરગટીયાને રી- સર્વેમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા, રવિ પાક માટે સિંચાઇની વ્યવસ્થા ઝડપભેર શરૂ કરવામાં આવે તેમજ ખેડૂતોને વીજ બીલની પરેશાની દૂર કરીને ખેતીવાડી મીટરનો ફિક્સ ચાર્જ પણ ઝડપભેર નાબૂદ કરવા સહિતની ખેડૂતની અનેક સમસ્યા ઝડપભેર દૂર કરવા લેખીત આવેદન આપીને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...