મુશ્કેલી:સાયલાના ખરાવાડ વિસ્તારમાં ગટરનું પાણી બહાર આવતાં મુખ્ય રસ્તો બંધ

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળીથી સુદામડા તરફનો બહારના મુખ્ય રસ્તે ગંદકીના ઢગલા

સાયલાના ખરાવાડ વિસ્તારમાં ભૂર્ગભ ગટરની લાઇનના જોડાણના અભાવે મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળે છે. જેના કારણે આજુબાજુના વિસ્તારમાં રોગચાળાની દહેશત જોવા મળે છે. મુખ્ય રસ્તો બંધ થતા વાહન ચાલકો પરેશાન છે. રજૂઆતના અંતે ઉકેલ ન આવતા રોષ જોવા મળી રહ્યો છે. સાયલા શહેરમાં ભૂર્ગભ ગટર બ્લોક થતા ગંદકી ઠેર ઠેર બહાર નીકળતી છે. જેના કારણે વાહન ચાલકો અને ગ્રામજનોને રસ્તે ચાલવાની પણ અડચણ જોવા મળે છે.

આ બાબતે અઘારાફળી અને ખરાવાડ વિસ્તારના મુખ્ય રસ્તે ભૂર્ગભ ગટરની લાઇન નાખવાનું કામ ગ્રામ પંચાયત દ્વારા આયોજનમાં થયું હોવાનું જાણવા મળે છે. 2 કુંડી વચ્ચેના જોડાણ અને મોટા પ્રમાણમાં થયેલા ખોદકામને વ્યવસ્થિત પૂર્ણ ન કરવામાં આવતા ગંદકસ બહાર ઊભરાઇ રહી છે. મૂળી દરવાજાથી સુદામડા દરવાજા તરફ બહારનો એક રસ્તો છે. આ રસ્તા ઉપર વરસાદ પાણી અને ગટરના પાણીની સ્થાનીક લોકોનું આરોગ્યનું જોખમ ઊભું થવા પામે છે. અને વાહનચાલકોને પણ અન્ય રસ્તેથી પસાર થતા પરેશાની જોવા મળે છે.

ગ્રામ પંચાયતની ભૂર્ગભ ગટરનું જોડાણ આપવાનું કામમાં પંચાયતની ઢીલી નીતિથી મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળે છે. આ બાબતે વિરસંગભાઇ અઘારા સહિતના લોકોએ ગ્રામપંચાયતને ગટરનું જોડાણ કરવા બાબતે રજુઆત કરીને આજુબાજુના વિસ્તારમાં રોગચાળાની દહેશત વ્યકત કરી છે. પરંતુ ગ્રામ પંચાયતમાં રજુઆત કરી હોવા છતાં કોઇ ઉકેલ ન આવતા સ્થાનીક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...