કાર્યવાહી:સાયલાના સામતપર, ડોળિયા, નવા જશાપર, ગરાંભડીમાં દારૂના દરોડા

સાયલા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા પંથકમાં ઝડપેલા 1.10 કરોડાના વિદેશી દારૂનો નાશ  કરાયો હતો. અવાવરું જગ્યાએ લઈ જઈ વિદેશી દારૂ પર બુલડોઝર ચલાવાયું હતું. આ કાર્યવાહી દરમિયાન ડીવાયએસપી જે.ડી.પુરોહિત, ડેપ્યુટી કલેકટર એમ.પી.પટેલ, નશાબંધી અધિકારી સોલંકીની ઉપસ્થિત રહ્યા હતા. - Divya Bhaskar
ધ્રાંગધ્રા પંથકમાં ઝડપેલા 1.10 કરોડાના વિદેશી દારૂનો નાશ કરાયો હતો. અવાવરું જગ્યાએ લઈ જઈ વિદેશી દારૂ પર બુલડોઝર ચલાવાયું હતું. આ કાર્યવાહી દરમિયાન ડીવાયએસપી જે.ડી.પુરોહિત, ડેપ્યુટી કલેકટર એમ.પી.પટેલ, નશાબંધી અધિકારી સોલંકીની ઉપસ્થિત રહ્યા હતા.
  • 7980નો મુદ્દામાલ ઝડપ્યો: 1 ઝડપાયો, 2 ફરાર

સાયલા ધજાળા પોલીસ અને એલસીબીની ટીમે સામતપર, ડોળિયા, નવા જશાપર, ગરાંભડી ગામેથી દેશી દારૂ, આથો સહિતના રૂ. 7980નો મુદામાલ ઝડપી લીધો હતો પરંતુ પીધેલી હાલત અને અન્ય 1 આરોપી સહિત 2 આરોપી હાથ ન લાગતા પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે. જ્યારે ધજાળા પોલીસે પીધેલી હાલતમાં બાઇક ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

લઠ્ઠાકાંડ બાદ હરકતમાં આવેલી પોલીસે દેશી દારૂ સામે સામતપર ગામે 3, ડોળિયા 2, નવા જશાપર અને ગરાંભડી ગામે કાર્યવાહી શરૂ કરી છે સામતપર ગામે દેશી દારૂનું વેચાણ કરતા એલસીબીની ટીમે પિયુષ બાબુલાલ કણઝરિયાના મકાનમાં 3 કેરબામાં 85 લીટર દેશી દારૂ કિં. 1700 આથો લી.500 કિં. રૂ.1000 સાથે રૂ. 2850ના મુદામાલ ઝડપી લીધો હતો અને ભરતભાઇ કણઝરિયાના મકાનમાં 7 કેરબામાં 179 લીટર દેશી દારૂ કિં. 3580 કેરબા સહિત રૂ. 3930નો મુદામાલ ઝડપી લીધો હતો. પરંતુ રેડ દરમિયાન બન્ને આરોપીએ હાજર ન હતા.

જ્યારે સાયલા પોલીસને નવા જશાપર ગામના માનુબેન હઠીભાઇ વાઘ્રોડિયાના મકાનના ખુલ્લા ફળિયામાં 12 લીટર દેશી દારૂ કિં. રૂ. 240નો ઝડપી લીધો હતો. મહિલા આરોપી હાજર ન હતા વધુમાં સાયલા પીએસઆઇ સહિતની પોલીસ ટીમે સામતપરના પિયુષ કણઝરિયાના રાતડકી સીમમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરતો હોવાની બાતમીના આધારે રેડ કરતા 200 લી.આથો કિં. રૂ.400નો ઝડપી લીધો પરંતુ આરોપી ફરાર હોવાનું બહાર આવ્યું છે.

ડોળિયા ગામે દિનેશભાઇ મોતીભાઇ કાંજીયાના મકાનમાં રેડ કરતા દિનેશ પીધેલી હાલતમાં અને 25 લીટર દેશી દારૂ કિં. 500નો મળી આવ્યો હતો. જ્યારે ડોળિયા ગામ તરફ આવતા વિપુલ ગોવિંદસિંહ ઝાલાની પૂછપરછ કરતા તેની થેલીમાંથી દેશી દારૂ લી. 3 કિં. 60નો મળી આવ્યો હતો.જયારે ધજાળા પોલીસે ગરાંભડી ગામે કેફી પીણું પીધેલી હાલતમાં બાઇક ચલાવતા ઢીંકવાળી ગામના વિજયભાઇ ઉફે મુનો ભુપતભાઇ કરપડાને ઝડપી લઇ ગુન્હો દાખલ કર્યો છે.

જ્યારે સામતપર ગામે એલસીબીની ટીમે પિયુષ કણઝરીયાના મકાનમાં રેડ બપોરે 4 સમય દરમિયાન રેડ કરી રૂ. 2850ના મુદામાલ ઝડપી લીધો હતો પરંતુ સાયલા પોલીસે પિયુષની સીમ જમીનમાં પણ બપોરે 4 સમય દરમિયાન રેડ કરી 200 લીટર આથો ઝડપી સંતોષ માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...