તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:ડીઝલ-પેટ્રોલના ભાવ વધારા સામે સહિ ઝુંબેશ શરૂ કરી

સાયલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયલા તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક મળી

સાયલા કોંગ્રેસ કાર્યલયના પરિસરમાં તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી. જેમાં પૂર્વ રાજય સભાના સાંસદ રાજુભાઇ પરમાર, જિલ્લા પ્રમુખ રૈયાભાઇ રાઠોડ, પૂર્વ જિલ્લા પંપાયત પ્રમુખ ચેતનભાઇ ખાચર, કલ્પનાબેન મકવાણા, સેજલબેન સાપરા, મુળજીભાઇ પરાલીયા, પિન્ટુભાઇ જાડેજા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં પૂર્વ સાંસદે વધતી મોંઘવારી અને કોરોનામાં પ્રજાની મુશ્કેલીને વાચા આપવાના સમયે કોંગ્રેસે શરૂ કરેલા જનચેતના અભિયાનમાં જોડાવવાનું આહૃવાન કર્યુ હતું.

તમામ કાર્યકરો સાથે સાયલા સર્કલ પાસેના પ્રેટ્રોલ પંપના પરિસરમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધારોના વિરોધ સાથે બેનરો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા હતા. અને લોકોમાં રહેલા આક્રોસને વ્યકત કરતા સહિ ઝુંબેશ શરૂ કરી હતી. કોંગ્રેસ કાર્યકરો સાથે કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોના ઘેર જઇને તેઓને માનસીક વિટમણા દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વધુમાં જિલ્લા પ્રમુખ રૈયાભાઇ રાઠોડે આગામી દિવસોમાં સાઇકલ યાત્રા દ્વારા પણ મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...