તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં રોષ:‘જ્યોતિગ્રામ’ ધાંધલપુરમાં જ વારંવાર ખોરવાતો વીજપુરવઠો

સાયલા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાયલા અને ધાંધલપુર સબસ્ટેશને જાણ કરવા છતા કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ

સાયલાના જયોતિગ્રામ યોજના હેઠળ આવેલા ધાંધલપુર ફીડરમાં છેલ્લા એક માસથી વીજ પ્રવાહ ખોરવાઇ જવાના બનાવથી ગામડાનું જીવન અસ્ત વ્યસ્ત બની રહયું છે. ધજાળા, કરાડી, ગુંદીયાવાડા, ગરાભંડી, ઢીકવાળી સહીત અનેક ગામોમાં વારંવાર વીજ સપ્લાયના ટ્રીપીંગના કારણે વીજ ઉપકરણો બળી જવા પામ્યા છે. આ બાબતે કીરીટભાઇ ખવડ, તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ ગભરુભાઇ રબારી અને સરપંચ રણછોડભાઇ તરગટાના જણાવ્યા મુજબ એક માસથી વિજ સપ્લાય ખોરવાઇ જતા સાયલા અને ધાંધલપુર સબ સ્ટેશને જાણ કરવા છતા તંત્ર દ્વારા કાર્યવાહી થતી નથી અને ગામડાઓમાં હેલ્પર ન હોવાના કારણે વીજ સપ્લાય અનિયમિત બને છે.

હાલમાં બેંકનું કામ વિજ સમસ્યાના કારણે અટવાતા લોકો અને વેપારીઓ પરેશાન છે. જયારે બીજી તરફ કોવિડ સેન્ટર, દવાખાનાના દર્દીઓ અને ડોકટરો દદીઓના ઇન્જેકરશન અને ઉપલબ્ધ દવાને ફ્રીજમાં રાખવા માટે વધુ પરેશાન બની રહયા છે. આ બાબતે કીરીટભાઇ ખવડના જણાવ્યા અનુસાર સાયલા પી.જી.વી.સી.એલના અધિકારીઓ પોતાનો મોબાલઇ ફોન ઉપર વાત કરવાની તસ્દી લેતા નથી અને ગામડાની પ્રજા માટે 24 કલાકની વીજળી દીવા સ્વપ્ન જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો