આક્ષેપ:સાયલાની સામાન્ય સભામાં નાણાપંચનાં કામો વિરોધપક્ષને વિશ્વાસમાં લીધા વગર આયોજન થયાનો આક્ષેપ

સાયલા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાયલા તાલુકા પંચાયતના સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં તાલુકાના વિકાસના કામોમાં 15માં નાણાપંચનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતે વિરોધપક્ષે વિશ્વાસમાં લીધા વગર આયોજન થયુ હોવાની તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરતા મામલો બિચકાયો હતો.

સાયલા તાલુકા પંચાયતમાં ભાજપ સત્તાધારી પક્ષ તરીકે કાર્યરત છે ત્યારે પંચાયતના સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં 15માં નાણાપંચના વિકાસના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ પંચાયતના પાયાગત સુવિધા અને લોકોની સુખાકારી મળે તે બાબતે નાણાપંચનું આયોજન થાય છે.

આ બેઠકમાં ભાજપના 12અને ક્રોગ્રેસ 4 ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. સને 20-21ના વરસના 2 કરોડ અને અગાઉના 1.5 કરોડ સાથે કુલ3.5 કરોડના નાણાંપંચના કામો બાબતે વિરોધપક્ષના નેતા રાજુભાઇ કરશનભાઇ રંગપરા, મનસુખભાઇ, બાબુભાઇ, દાજીભાઇ સાથે કોંગ્રેસ આગેવાનોએ વિશ્વાસમાં લીધા વગર આયોજન થઇ હોવાની તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતા મામલો બિચકાયો હતો.

આ બાબતે તાલુકા વિકાસ અધિકારી પાર્થરાજસિંહ પરમારના જણાવ્યા મુજબ ક્રોગ્રેસના આગેવાનોએ નાણાંપંચના વિકાસના કામોની રજુઆત કરી ને દરેક ગામોમાં પાયાગત સુવિધા મળે અને વિરોધપક્ષને વિશ્વાસમાં લઇ નાણાંપંચના કામો ફાળવવામાં આવે તેવી પણ રજૂઆત પણ કરી છે તમામ ગામોના સરપંચો પાસે ભલામણો મંગાવી છે અને તમામ ગામોની સુવિધા અને વિકાસને ધ્યાને લઇ કામો લઇ નાણાપંચનું આયોજન થશે.

અન્ય સમાચારો પણ છે...