તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરા:ઝાલાવાડમાં 2 દાયકા બાદ ભીમ અગિયારસે ખેડૂતોએ ઉત્સાહભેર વાવણી કરે તેવો સંયોગ

સાયલા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝાલાવાડમાં ખેડૂતોએ વૈશાખ વદ સાતમે મૂર્હુત સાચાવ્યું હતું. - Divya Bhaskar
ઝાલાવાડમાં ખેડૂતોએ વૈશાખ વદ સાતમે મૂર્હુત સાચાવ્યું હતું.
  • 1999માં 9 ઈંચ વરસાદ થતાં ભીમ અગિયારસની વાવણી કરવામાં આવી હતી

ઝાલાવાડની ખેતી વરસાદ આધારિત છે. ત્યારે ભીમ અગિયારસે ખેડૂતોમાં વાવણીની પ્રણાલિકા જોવા મળે છે. 2 દાયકા પહેલા 1999માં સારો વરસાદ થતા ભીમ અગિયારસની વાવણી કરવામાં આવી હતી. આ વર્ષે અખાત્રિજે ચોખ્ખી ન હોવાથી ખેડૂતોએ મૂર્હૂત કર્યા નથી. પરંતુ જૂન મહિનામાં સારા વરસાદના એંધાણે જોવા મળતા ભીમ અગિયારસે ખેડૂતોમાં વાવણીના મૂર્હુત કરે તેવો સંયોગ જોવા મળે છે. ખેડૂતો માટે ભીમ અગિયારસ સૌથી મોટી અગિયારસ અને વાવણીના માટે વણજોયું મૂર્હુત માનવામાં આવે છે.

સને 1990માં 17 થી 23 જુન દરમિયાન 9 ઇંચ વરસાદ થતા 24 જૂન ભીમ અગિયારસે ભીમ અગિયારસની વાવણી કરાઈ હતી. પરંતુ છેલ્લા બે દાયકાથી ભીમ અગિયારસે સારો વરસાદના ન થતા વાવણી જોવા મળી નથી. ખેડૂતોની ચાતક નજર જેઠી બીજ, પવની દિશા ઉપર જોવા મળે છે. ભીમ અગિયારસની વાવણીથી ખેડૂતો માટે સમયસર પાક અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદનની આશા જોવા મળે છે. આગામી ચોમાસુ સમયસર હોવાથી ખેડૂતો 21 જૂને વવાણી કરે તેવા સંયોગ જોવા મળે છે.

ભીમ અગિયારસે વરુણ દેવના પૂજનની પરંપરા
ભીમ અગિયારસના દિવસે કૂવા કાંઠે ખેડૂતો પોતાના પરિવાર સાથે જળદેવીની આરાધના કરી પથ્થર ઉપર ત્રિશુલ બનાવીને પૂજન સાથે કૂવા કાંઠે સફેદ ધજા પણ લહેરાવવાની પ્રથા પણ જોવા મળે છે. જળદેવીને રિઝવીને વરુણ દેવને ભોગ લગાવવાની પરંપરા આજે અકબંધ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...