સાયલા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પાસેના ભૂર્ગભ ગટરનું કામ 1 વરસથી ગોકળગતીએ ચાલે છે. જેના કારણે અનેક હોટલ, કેબીન ધારકોની આજીવીકા છીનવાઇ રહી છે પીક સ્ટેન્ડ હોવાના કારણે મુસાફરો પણ પરેશાન બની રહયા છે. આ બાબતે કેબીન ધારકોએ સાયલા મામલતદારને આવેદન આપી કામ ઝડપભેર પૂર્ણ કરાવવા આવેદન આપ્યુ હતું.
સાયલા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પાસેના ભૂર્ગભ ગટરનું કામમાં તોડફોડ વધુ જોવા મળે છે. જેના કારણે 1 વરસથી ગટરનું કામ ગોકળગતીએ જોવા મળે છે સર્વિસ રોડ નજીક અનેક અનેક ખાણી-પીણી, ચાની હોટલ,રેસ્ટોરન્ટ તેમજ ઓટો રીપેરીંગની કેબીન ધારકો પોતાની રોજીરોટી મેળવી રહયા છે. પરંતુ કેબીન આગળ અધુરા ગટરના કામથી રોજગારી છીનવાઇ રહી છે.
આ બાબતે કેબીન ધારકો અને હોટલના માલીક સુરેશભાઇ સોનગરા, એસ.વી.ચૌહાણ, કરમશીભાઇ નાથાભાઇ, માવજીભાઇ દલાભાઇ અને જીગ્નેશભાઇ ભીમજીભાઇ સહિત અનેક કેબીન ધારકોએ પાણી નિકાલ માટેની ભૂર્ગભ ગટરના કોન્ટ્રાકટર દ્વારા આડેધડ ખોદકામ કરી આજીવીકાને નુકશાન થતું હોવાથી સાયલા મામલતદારને આવેદન આપ્યું હતું.
કેબીન ધારકોએ ગટરનું કામ ઝડપભેર પૂર્ણ કરાવવા જણાવ્યું હતું સાયલા સર્કલ પાસે એસ.ટી અને ખાનગી વાહનો માટે પીક સ્ટેન્ડ હોવાના કારણે સર્વિસ રોડ રસ્તો જીવલેણ હાલતમાં જોવા મળે છે. જે મોટી દુર્ધટના બને તે પહેલા ઝડપભેર ગટરનું કામ પૂર્ણ કરવાની ગ્રામજનોની રજુઆત જોવા મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.