તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ગામડાઓમાં રસી માટે મંદિરના મહંત, ભુવાઓનો સહકારથી 20 હજાર લોકોનું રસીકરણ થયું

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
{ સાયલામાં મહંત, ભુવાને સાથે લઇ વેકસીન માટે અપીલ કરતા રસીકરણમાં વધારો જોવા મળ્યો છે. - Divya Bhaskar
{ સાયલામાં મહંત, ભુવાને સાથે લઇ વેકસીન માટે અપીલ કરતા રસીકરણમાં વધારો જોવા મળ્યો છે.
  • પ્રાચિન અણદાભગાની મેલડી માતાજીએ રજા આપી છે દરેક રસી લેજો : વીડિયો વાયરલ

સાયલા તાલુકામાં અંધશ્રદ્ધા અને શિક્ષણના અભાવ કારણે ગામડાઓમાં લોકો રસી લેતા નથી. સાયલા મામલતદાર, આરોગ્યની ટીમે પ્રાચીન મંદીરોના મહંતો, ભુવાઓને વેકસિન આપતા તેમણે લોકોને અપીલ કરતા છેલ્લા 10 દિવસમાં 20 હજાર લોકોમાં રસીકરણ થયું છે. આસિ. કલેક્ટર સ્મિત લોઢા, મામલતદાર પી.બી. કરગટિયા, પી.જી.પરમાર, ડો. હિતેષભાઇ મકવાણા, જી.કે.શાહ સહિતની ટીમે સાયલાના 30થી વધુ ગામડામાં સરપંચ, શિક્ષકો, તલાટી, ગામના આગેવાનોને સાથે લોકોમાં જાગૃતિ લાવી રહ્યા છે.

ધજાળાના લોમબાપુની જગ્યા મહંત પુ. ભરતબાપુએ અનેક ગામોમાં સાથે ચાલીને અંધશ્રધ્ધાને દૂર કરતા રસીકરણને સફળતા મળી હતી. સાયલાના અણદાભગાની પ્રાચીન મેલડી મંદીરોના જીલુભાઇ ઉગરેજીયા, મહંત, ભુવાઓને દેવીપૂજક, તમામને માતાએ રજા આપી હોવાથી વેકસિન લેવાનો વીડિયો બનાવી વાયરલ થતા અનેક લોકો આગળ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...