તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજતંત્રની કામગીરી:સાયલામાં 65 વીજ કર્મીઓએ 550 થાંભલા ઊભા કરી દીધા

સાયલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડાથી 600 થાંભલાને નુકસાન થયું હતું
  • જિલ્લાના પ્રથમ નંબરે સાયલા વીજતંત્રની કામગીરી

સાયલા તાલુકાના છેવાડાના ગામો સૃહિત 50થી ગામડાની સીમ જમીનમાં વીજ પોલ ધરાશય થતા અંદાજીત 30 ફીડરને અસર થવા પામી હતી. સાયલા 65 વીજ કર્મચારીઓએ ટીમ વર્ક સાથે 550 થાંભલા ઉભા કરતા ખેડૂતોમાં વીજની રાહત થઇળે છે. 50થી વધુ પોલ આગામી દિવસોમાં ઉભા કરીને વીજ સમસ્યા દૂર કરાશે.

સાયલા તાલુકાના છેવાડાના ગામોમાં તાઉતે વાવઝોડાએ વીજ પોલ અને ફીડરની તબાહી મચાવી હતી 50થી ગામડાની સીમ જમીનમાં વીજ પોલ ધરાશાઇ થતા તાલુકાના 60 ગામોની વીજળી બંધ થવા પામી હતી. વીજ કર્મચારીઓએ જયોતીગ્રામ યોજના હેઠળ ઘર વપરાશનો પાવર સપ્લાય રાબેતા મુજબ કર્યો હતો. ખેડૂતોમાં વીજપાવરની ચિંતા હતી. સાયલા વીજ અધિકારી સકસેના સહિત 65 વીજ કર્મચારીઓએ ટીમ વર્ક સાથે 550 થાંભલા ઉભા કર્યા હતા.

આ બાબતે ખેડૂતોએ પણ તંત્રને સહકાર આપતા જિલ્લાના અવલ્લ નંબરે વીજ તંત્રની કામગીરી જોવા મળી છે. વાવાઝોડા અને વરસાદના કારણે વીજ પ્રવાહ ગુલ થયો ત્યારે સાયલા કોવિડ હોસ્પિટલમાં અફરાતફડીનો માહોલ સજાર્યો હતો. આર.સી.પંડિત અને કર્મચારીઓએ વાવાઝોડ અને વરસાદ વચ્ચે રાજસોભાગ ફીડર કાર્યરત કરીને દર્દીઓની મુશ્કેલી દૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...