ભારેલો અગ્ની જેવી સ્થિતિ:મદારગઢમાં યુવાનના મોતના મનદુ:ખે યુવાનને માર માર્યો

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમારા કુટુંબી યુવાનને મારી નાખ્યો તેમ કહીને લાકડીથી ગંભીર ઇજા કરી શખ્સો નાસી છુટયા

સાયલાના મદારગઢ ગામે યુવાનની હત્યા બાદ કુકડીયા પરિવારના 2 યુવાનોએ કટોસણા પરિવારના યુવાનને કેમ અમારા કુટુંબી યુવાનને મારી નાખ્યો તેમ કહીને લોખંડની કુંડલી વાળી લાકડીથી ગંભીર ઇજા કરી નાસી છુટ્યા હતા. આ બાબતે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

સાયલાના મદારગઢ ગામે મોબાઇલ નંબરની આપવાના મુદે થયેલા બે જુથ અથડામણમાં યુવાનનું રાત્રીના સમયે મોત થતા ગામમાં ભારેલો અગ્ની જોવા મળે છે. તા. 19 તારીખની સવારે સેજકપર ગામની સીમમાં જતા કટોસણા હસમુખ નાગરભાઇને સામે આવતા કાળુભાઇ ગોરધનભાઇ કુકડીયા અને ભરતભાઇ ગોરધનભાઇ કુકડીયાએ કેમ અમારા કુટુંબી યુવાન જયેશને મારી નાખ્યો તેમ કહીને લોખંડની કુંડલી વાળી લાકડીથી હાથ અને પગના ભાગે ગંભીર ઇજા કરી નાસી છુટયા હતા.

આ બનાવની પરિવારજનોને જાણ થતા ઇજાગ્રસ્ત હસમુખભાઇને સારવાર માટે સાયલાથી સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યો હતો. આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ ચલાવી રહ્યા છે. સાયલા પોલીસ મદારગઢ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા છતાં સીમ જમીનમાં થયેલા બનાવથી પોલીસની હરકતમાં આવી છે એક તરફ આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી કરે છે. ત્યારે આ બનાવથી પોલીસની દોડધામ વધતી જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...