તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાતમનો વિશેષ પર્વ:ઝાલાવાડમાં બાળકોના મહારોગને નાથવા સાતમે શીતળા માતાને કુલેર ધરાવાય છે

સાયલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝાલાવાડના એક માત્ર શિતળા માતાના મંદિરે બળીયા દેવ, અછબડા, ઓરી સહિત પંચ દેવી-દેવતાઓની મૂર્તિઓનું પૂજન થાય છે. - Divya Bhaskar
ઝાલાવાડના એક માત્ર શિતળા માતાના મંદિરે બળીયા દેવ, અછબડા, ઓરી સહિત પંચ દેવી-દેવતાઓની મૂર્તિઓનું પૂજન થાય છે.
  • બાળકોને ભરખી જતા શીતળા, બળિયા, અછબડા સહિતના રોગમુક્ત થવા સાતમનો વિશેષ પર્વ

એક સમયે નાના બાળકોના જીવલેણ ગણાતા શીતળા, અછબડા, ઓરી, નુરબીબી, ઉટાટિયા જેવા રોગ હતા સાતમના દિવસે શીતળા માતાના મંદિરે કુલેર ધરાવીને બાળકોને પગે લગાડવાની પરંપરા આજે પણ જોવા મળી છે. સાયલાના કાશિ વિશ્વનાથ મંદિરમાં આવેલા શીતળા માતા સહિત પંચદેવતાને મહારોગને નાથવા માથુ નમાવતી મહિલાઓ જોવા મળે છે.

ઝાલાવાડમાં રોગને નાથવા દેવી-દેવતાનો આશરો લઇને રોગમુકત થવા વિધી વિધાનપૂજન કરતા હતા. અને મહારોગથી પરિવારનું રક્ષણ કરતા હતા આજે વર્તમાન સમયે કોરોનાનો મહારોગ જીવલેણ છે તેની રસી પણ લોકોએ અપનાવી છે. પરંતુ એક સમયે શીતળા, અછબડા, ઓરી, નુરબીબી , ઉટાટિયા જેવા જીવલેણ રોગ નાના બાળકોને ભરખી જતા હતા તેવા સમયે કોઇ રસી, દવા અને ઇલાજ ન હતો માત્ર ઘરગથ્થુ વૈધકીય ઉપચારો જોવા મળતા હતા.

તે સમયે સાતમની ધાર્મિક પરંપરા શરૂ થવા પામી હતી. અને જન્માષ્ટમીની આઠમ પહેલા સાતમે શીતળા માતાના મંદિરે કુલેરનો ભોગ ધરાવીને સાતમનો ઉત્સવ શરૂ થયાની વાયકા જોવા મળે છે. આજે સાયલાના પ્રાચિન કાશિ વિશ્વનાથ મંદિરના પ્રાંગણમાં આવેલા શીતળા માતાના મંદિરે બળિયાદેવ, અછબડા, ઓરી, નુરબીબી અને ઉંટાટિયા સહિત પંચદેવની મૂર્તિઓ જોવા મળે છે.

એક માત્ર સાયલાના મંદિરમાં પંચદેવની મૂર્તિ હોવાના કારણે અનેક ગામોની મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના બાળકોને લઇ કુલેર, શ્રીફળ લઇને શીતળા માતાના મંદિરે જઇ શીશ નમાવીને બાળકોના આરોગ્ય માટે આર્શીવાદ મેળવે છે. શીતળા સાતમે ચુલાનું પૂજન કરી ટાઢુ ખાવાનો માહત્મય છે. અને જેના દિકરાઓ વારંવાર બિમાર રહેતા હોય તેની માતાઓ દિકરાના આરોગ્ય માટે સાત ઘેર મૌન બનીને રોટલા લાવવાની પરંપરાની આસ્થા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...