અડગ રહેલા શૈક્ષણિક જગતના સારથી:ઝાલાવાડમાં શિક્ષકે શૈક્ષણિક જ્યોત જગાવી 25 હજારથી વધુ વિદ્યાર્થીના જીવનનું ઘડતર કર્યું

સાયલા22 દિવસ પહેલાલેખક: પરેશ રાવલ
  • કૉપી લિંક
  • 50 વર્ષથી ક્લાર્કથી કોલેજના ડીન તરીકે અડગ રહેલા શૈક્ષણિક જગતના સારથી
  • સાયલામાં ગર્લ્સ હાઇસ્કૂલ અને કોલેજની 1165 વિદ્યાર્થિનીના જીવનમાં શિક્ષણની ચેતનાને પ્રગટ કરી રહ્યા છે

‘જગ છે એનું મૂક પરીક્ષક, ચાલે એનું સતત પરિક્ષણ, ને ના થાયે પૂરું શિક્ષણ શિષ્યતણું જેનો છું શિક્ષક’ આ પંક્તિને સાર્થક કરતા શિક્ષણ ક્ષેત્રે ક્લાર્ક કમ શિક્ષકથી કોલેજના ડીન સુધી પદવી મેળવીને અનેક વિદ્યાથીઓના જીવનમાં શિક્ષણને ઉજાગર કર્યું છે. 70 વર્ષે પણ 128 પ્રાથમિક શાળામાં પ્રેમની પરબના પ્રતિનિધિ બનીને 23000 વિદ્યાર્થી, 800 શિક્ષક, સાયલામાં ગર્લ્સ હાઇસ્કૂલ અને કોલેજની 1165 વિદ્યાર્થિનીના જીવનમાં શિક્ષણની ચેતનાને પ્રગટ કરી રહ્યા છે.

ઝાલાવાડનું શૈક્ષણિક પછાતનું કલંક ભૂંસવામાં અનેરું યોગદાન
‘નથી થયા સપના સાકાર, લઇ રહ્યા છે હજી લઇ આકાર, જોઇ લો આ બૂંદ ને, અહીં જ લેશે સમુદ્ર આકાર’ની નેમ સાથે ઝાલાવાડનું શૈક્ષણિક પછાતનું કલંક ભૂંસવામાં અનેરું યોગદાન છે તે ટીકર (રણ)ના વતની ચંદ્રકાંતભાઇ કાશીરામભાઇ વ્યાસ 1972માં ઓલ્ડ એસએસસીમાં જિલ્લામાં પ્રથમ આવ્યા અને ટીકરની શાળામાં ક્લાર્ક કમ શિક્ષક તરીકે જોડાયા.

પ્રેમની પરબ પ્રોજેકટ હેઠળ શિક્ષણ સુધારાણા અને જાગૃતિ કાર્યક્રમ શરૂ કર્યો
ત્યારબાદ ઉત્તર બુનિયાદી ધજાળા, મિશ્રશાળા ધાંધલપુર, વિવિધલક્ષી ઘરશાળા, સાયલા ગર્લ્સ હાઇસ્કૂલ અને કોલેજ સુધીના વિદ્યાર્થીઓમાં શિક્ષણના ચેતનવંતુ બનાવ્યું છે. 51 વર્ષે સ્વૈચ્છિક નિવૃત્ત બન્યા. પરંતુ સાયલા રાજ સોભાગ આશ્રમના નલીનભાઇ કોઠારીએ પ્રેમની પરબ પ્રોજેકટ હેઠળ શિક્ષણ સુધારાણા અને જાગૃતિ કાર્યક્રમ શરૂ કર્યો. અને સરળ, સાદગી અને પરિશ્રમી શિક્ષકની શોધમાં નિવૃત શિક્ષક ચંદ્રકાંત કે. વ્યાસને સને 2004માં 50 પ્રાથમિક શાળાના શિક્ષણની કાયાકલ્પ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

ગામોની 1165 દીકરીને ઉચ્ચ અભ્યાસનો મનસુબો પૂર્ણ
ચંદ્રકાંતભાઇએ અથાગ મહેનત કરી સાથે ઝાલાવાડની શૈક્ષણિક પછાતની છાપ ભૂંસવા માટે જહેમત ઉઠાવી સાયલા, ચોટીલા, મૂળી, વઢવાણની 128 પ્રા.શાળાને દત્તક લઇ 23000 વિદ્યાર્થી 800 શિક્ષકોને માર્ગદર્શન આપી શાળામાં આર્થિક મદદ સાથે પાયાની સુવિધા ઊભી કરવામાં આવી સાયલામાં ગલ્સ હાઇસ્કૂલ અને કોલેજ શરૂ કરવામાં આવતા આજુબાજુના ગામોની 1165 દીકરીને ઉચ્ચ અભ્યાસનો મનસુબો પૂર્ણ થયો છે.

ચંદ્રકાંતભાઇ શિક્ષણ જગતના સારથીની ઓળખ બની ગયા
​​​​​​​
સરકારમાં પોતાની શ્રેષ્ઠતા માટે કોઇ દસ્તાવેજી પુરાવા આપ્યા નથી. છતાં તેમની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાના કારે શિષ્ટર નિવેદીતા, અંજારિયા અને સારસ્વત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. શિક્ષણક્ષેત્રમાં 50 વર્ષથી વિદ્યાર્થીને એકડાથી લઇ પીએચડી સુધી શિક્ષણ આપનાર ચંદ્રકાંતભાઇ શિક્ષણ જગતના સારથીની ઓળખ બની ગયા છે.

અન્ય સમાચારો પણ છે...