તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાયલાના ધાંધલપુરમાં ડીઝલ, પેટ્રોલનું ગેરકાયદે વેચાણ ઝડપાયું

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ, ડીઝલ, બાયોડીઝલ સહિત1,05,540નો મુદ્દામાલ સીઝ

સાયલાના ધાંધલપુર ગામે આંબેડકરનગરમાં મહિલા મોટા પ્રમાણમાં ડીઝલ અને પ્રેટ્રોલનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે ધજાળા પી.એસ.આઇએ દરોડો કર્યો હતો. જ્યાં 540 લીટર ડીઝલ અને 200 લીટર પ્રેટ્રોલ તેમજ બાયોડીઝલ 500 લીટર અને ઇલે.મોટર સહિતનો મુદામાલ મામલતદારે જથ્થો સીઝ કર્યો હતો.

સાયલાના તાલુકાના છેવાડાના ગામોમાં ગેરકાયદેસર ડીઝલ, પ્રેટ્રોલ, બાયો ડીઝલનું ગેર કાયદેસર વેચાણ કરીને ધુમ કમાણી કરતા હોવાની વિગતો મળી હતી.. આ બાબતે ધજાળા પી.એસ.આઇ ઝેડ.એલ.ઓડેદરાને બાતમી મળતા ભીખુભા પુનાભા, જગદીશભાઇ વાઘેલા, મીરાબેન પરમાર સહિત પોલીસ કમીઓએ ધાંધલપુર ગામે આંબેડકરનગરમાં વરંડાબંધ મકાનમાં દરોડો કર્યો હતો. જ્યાં ફળીયામાં મોટા પ્રમાણમાં ડીઝલ, બાયોડીઝલ અને પ્રેટ્રોલ ભરેલા બેરલો,કેરબા જોવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરતી હતી.આથી 3 બેરલમાં 540 લીટર ડીઝલ કિંમત 51,840 અને 1 બેરલમાં 200 લીટર પ્રેટ્રોલ કિ. 19,200 તેમજ 2 બેરલ, 2 કેરબામાં 500 લીટર બાયોડીઝલ કિ. 33500નું અને મોટરને ઝડપી લઇ અને હાજર રહેલા મહીલા શાંતુબેન સાદુલભાઇ સાપરાની પોલીસે પુછપરછ શરુ કરી હતી.

આ બાબતે મહિલા પાસે લાયન્સ કે બિલ ન હોવાનું બહાર આવ્યું હતુ. આ બાબતે ધજાળા પોલીસે રૃ. 1,05,200ના મુદામાલ સાથે સાયલા મામલતદાર પી.બી.કરગટીયા સહિત જિલ્લા પુરવઠા અધિકારીએ જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...