શિક્ષણ માટે સંઘર્ષ:બસની સુવિધા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું : ગ્રામજનો

સાયલા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયલાના કાશીપરાના વિદ્યાર્થીઓની શિક્ષણ માટે સલામત સવારીની માગ

સાયલા શહેરથી 4 કિમી દૂર આવેલા કાશીપરા ગામના 60થી વધુ વિદ્યાર્થીઓ એસટી બસના અભાવે ચાલતા સાયલા શહેરમાં અભ્યાસ માટે આવે છે. આ બાબતે તંત્ર અને સાંસદને પણ રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા આવનાર ચૂંટણીમાં મતદાનનો બહિષ્કારની ગ્રામજનોએ ચીમકી આપી છે.

સાયલા તાલુકાના 1200 વસ્તી ધરાવતા અને 2 કિમી દૂર આવેલા કાશીપરા ગામ તાલુકાના શિક્ષણક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવે છે. માધ્યમિક અને કોલેજ સુધીના અંદાજીત 40 વિદ્યાર્થીનીઓ સાયલા એલ.એમ.વોરા હાઇસ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરે છે. અન્ય શાળા સહિત કાશીપરાના 60થી વધુ વિદ્યયાર્થી 4 કીમી અંતરે સ્કૂલ, કોલેજે શિક્ષણ મેળવતા જોવા મળે છે.

આ બાબતે સરપંચ અને ગ્રામજનોએ એસટી તંત્રને બસ સેવા શરૂ કરવાની રજૂઆત કરી પરંતુ કોઇ કાર્યવાહી હાથ ન ધરાતા સાંસદ મહેન્દ્ર મુંજપરાને પણ રજૂઆત કરી છે. સરપંચ અને ગ્રામજનોએ એસટી સુવિધા ન મળે તો આગામી દિવસોમાં ઉમેદવારોને પ્રવેશબંધી અને મતદાનનો બહિષ્કાર કરવાની સરપંચ અને ગ્રામજનોએ ચીમકી આપી છે.

બસની સુવિધા ન મળતાં દીકરીઓ અભ્યાસ છોડે છે
એસટી તંત્રને સોમાસર, કાશીપરા સહિતના ગામોને આવરી લેતો એસટી રૂટ આપવામાં આવ્યો છે. છતાં બસ સુવિધાથી વંચિત છીએ. જેના કારણે અનેક દીકરીઓ અભ્યાસ છોડી રહી છે. એક તરફ સરકાર દીકરી પઢાવોના અભિગમ આપે છે પરંતુ દીકરીને સુવિધા આપવામાં આવતી નથી. > રતુભાઇ સાપરા, સરપંચ

દીકરીને ભણાવો પણ કેવી રીતે કેમ ભણાવવી?
4 કીમી ચાલતા જતા વિદ્યાર્થીઓને આકાર તાપ અને વરસાદમાં જીવના જોખમે તેમજ આવારા તત્વો પણ દીકરીને પરેશાન કરે છે. આ બાબતે સાયલા પોલીસને જાણ કરી છે. હવે, અમારી દીકરીને શિક્ષણ માટે કેમ મોકલવી તે પણ પ્રશ્ન છે. માટે સલામત સવારી એસટી બસની માગ છે. > માત્રાભાઇ પઢેરિયા, ગામના અગ્રણી

અન્ય સમાચારો પણ છે...