ધાર્મિક:માનવ બની આવ્યા બાદ માનવતા એ જ સૌથી મોટો સદગુણ : ચંદ્રજિતસુરિશ્વરજી

સાયલા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુદામડાના 100 વર્ષના જૈનાલયમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવથી તીર્થગામ બનશે

સાયલાના સુદામડા ગામે જૈન દેરાસરને 100 વર્ષ પૂર્ણ થયા અને સુદામડામાં જૈન દીક્ષા આંગીકાર કરનાર 2 ગુરુદેવની પાવન નિશ્રામાં તા. 7થી 12 મે-2022 એટલે કે 6 દિવસીય ધ્વજારોહણ અને અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ છે. જેમાં હાથીની અંબાડી સાથે પ્રભુની રથયાત્રા, જન્મકલ્યાણ સહિત અનેક મહા મહોત્સવ ઉજવાતા સુદામડા ગામ તીર્થધામ તરીકે ઓળખાશે.

સાયલા તાલુકાનું સૌથી મોટા ગામ તરીકે સુદામડા જાણીતું છે અંદાજીત 1200 વર્ષ જૂના ગામમાં સંવત 1978માં જિનાલયની પ્રતિષ્ઠા કરાઈ હતી. ત્યારબાદ સુદામડામાં સને 1970માં આચાર્ય ચંદ્રશેખર વિજયજી મ.સા.એ 2 નાના બાળકને દિક્ષા આપી હતી. તે ચંદ્રજીતસુરીશ્વર જી મ.સા.અને ઇન્દ્જીત વિજયજી મ.સા.ને 52 વર્ષે સુદામડા ગામે પધરામણી થતા લોકોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું. અને ગુરૂભગવંતોના પ્રવચનનો લાભ લીધો હતો.

સુદામડાના વાસુપૂજ્ય સ્વામી જૈન દેરાસરને 100 વર્ષ પૂર્ણ થતા ગુરૂદેવની પાવનનિશ્રામાં જૈન સંઘ દ્વારા તા. 7થી 12 મે-2022 સુધી એટલે કે 6 દિવસીય શતાબ્દી મહોત્સવનું આયોજન થયું છે. જેમાં ધ્વજારોહણ અને અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય રહ્યો છે. જેમાં સાધર્મિક ભકિત, લઘુ સિધ્ધચક્ર પૂજન, હાથીની અંબાડી સાથે પ્રભુની રથયાત્રા, જન્મકલ્યાણ, 18 અભિષેક અને ભકિત ભાવના સાથેનો મહોત્સવમાં પરપ્રાંતથી જૈન તેમજ સુદામડા ગામના ભકતોએ લાભ લઇને પાવન બન્યા હતા. જિનેન્દ્ર ભકિત મહોત્સવમાં ઉમંગભાઇ મશ્કરીયા, નિલેશભાઇ, દિપકભાઇ, મેહુલભાઇ, ભુપેશભાઇ અને કમલેશભાઇ સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...